યૂક્રેન પાસે લિથિયમ, ટાઇટેનિયમ, ગૈલિયમ, મૈંગનીઝ, યૂરેનિયમ અને કોબાલ્ટ જેવા ખનિજના ભંડાર છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ ઇચ્છે કે, યૂક્રેન સેનાની મદદના બદલામાં આ તમામ ખનિજો અમેરિકાને આપી દે. આ ખનિજ ભંડાર લીધા બાદ અમેરિકા ચીન અને રશિયા કરતા હમેંશા આગળ રહે તેવી ટ્રમ્પની મનશા છે. યુદ્ધમાં પૂર્ણ રીતે બરબાદ થઇ જનાર યૂક્રેન પાસે હજુપણ એવી વસ્તુઓ છે જે તેને સમુદ્ધ બનાવે છે.
ઝેલેન્સકીના તેવર પડ્યા થોડા નરમ
વ્હાઇટ હાઉસમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની ચર્ચા પછી યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકીના તેવર થોડા નરમ પડ્યા છે. યુદ્ધ વિરામ બાબતે બન્ને વચ્ચે સર્જાયેલી વાતચીત ઉગ્ર દલીલમાં પરિણમી હતી. જે બાદ મામલો વધુ બિચકાયો હતો. અને ટ્રમ્પે યૂક્રેનને સૈન્ય મદદ આપવામાં માટે ઇન્કાર કર્યો હતો. પરંતુ હવે આ મામલે ખુલાસો થયો છે કે, જો અમેરિકા યુક્રેનને સેનાની મદદ કરે તો તેની સામે યૂક્રેન અમેરિકાને તમામ ખનિજ વળતર રૂપે આપી દે અને અમેરિકા રશિયા અને ચીન કરતા આગળ રહે. પણ આ તરફ, યૂક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી આ મામલે હજુ સુધી રાજી થયા નથી.
યૂક્રેનમાં ખનિજોનો ખજાનો
લિથિયમએ યુક્રેન પાસે લગભગ પાંચ લાખ ટન લિથિયમનો ભંડાર છે. આ ખનિજ ઇલેક્ટ્રિક વાહનો માટે બેટરી બનાવવા માટે મહત્વપૂર્ણ છે. આ યુદ્ધ પછી, યુક્રેનના બે મોટા લિથિયમ ભંડાર રશિયાના નિયંત્રણમાં આવી ગયા છે. મેંગેનીઝ- યુક્રેન પાસે લગભગ 140 મિલિયન ટન મેંગેનીઝનો ભંડાર છે. દનેપ્રોપેટ્રોવસ્ક અને ઝાપોરિઝિયા પ્રદેશોમાં રહેલા અનામત હવે રશિયન પ્રદેશમાં ખસેડવામાં આવ્યા છે. તો ટાઇટેનિયમ- અમેરિકા માને છે કે યુક્રેન પાસે 8.4 મિલિયન ટન ટાઇટેનિયમનો ભંડાર છે. લશ્કરી, એરોસ્પેસ, તબીબી અને ઓટોમોટિવ ઉદ્યોગો માટે ટાઇટેનિયમ મહત્વપૂર્ણ છે. તો યુરેનિયમ – યુક્રેન પાસે યુરેનિયમનો ભંડાર છે. જે પરમાણુ ઉર્જા ઉત્પાદન માટે મહત્વપૂર્ણ ખનિજ છે. 2022ના સર્વે મુજબ, યુક્રેન પાસે લગભગ 185,400 ટન રેનિયમનો ભંડાર છે. નિકલ – ઇલેક્ટ્રિક વાહન બેટરી બનાવવા માટે નિકલ એક મહત્વપૂર્ણ સામગ્રી છે. એવો અંદાજ છે કે યુક્રેન પાસે 2,15,000 ટન નિકલનો ભંડાર છે. ગેલિયમ- યુક્રેન વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. જે વાર્ષિક ચાર ટન ગેલિયમનું ઉત્પાદન કરે છે. તે LED ઉત્પાદન માટે એક મહત્વપૂર્ણ ઘટક છે. બેરિલિયમ – યુક્રેન પાસે 5,515 ટન બેરિલિયમનો ભંડાર છે. તે પરમાણુ ઉર્જા, લશ્કરી, એરોસ્પેસ અને ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગો માટે એક મહત્વપૂર્ણ ઘટક છે. ગ્રેફાઇટ – યુક્રેન પાસે લગભગ 18 મિલિયન ટન ગ્રેફાઇટનો ભંડાર છે. જે તેના ત્રણ પ્રાંતોમાં છે. આમાંથી એક સાઇટ હવે રશિયાના નિયંત્રણમાં આવી ગઈ છે. ટેલિકોમ્યુનિકેશન, તબીબી અને લશ્કરી સાધનોના ઉત્પાદનમાં ગ્રેફાઇટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને આયર્ન ઓર – યુક્રેન પાસે લગભગ 30 અબજ ટન આયર્ન ઓરનો ભંડાર છે. તેનું સૌથી મહત્વપૂર્ણ સ્થળ દનેપ્રોપેટ્રોવસ્કમાં છે,. જે લગભગ 90 ટકા ઉત્પાદન કરે છે.


