પાકિસ્તાની અભિનેત્રી અને શોએબ મલિકની પત્ની સના જાવેદ હાલ ચર્ચામાં છે. ફેન્સ અટકાળો લગાવી રહ્યા છે કે, જલદી જ આ કપલ માતા-પિતા બનશે. કારણ કે સના જાવેદને જોઇને અંદાજ લગાવામાં આવી રહ્યો છે કે, તે ગુડ ન્યુઝ આપશે. સના જાવેદ શોએબ મલિકની ત્રીજી પત્ની છે. અગાઉ શોએબ મલિક સાનિયા મિર્ઝા સાથે બીજા અને આયશા નામની યુવતી સાથે પ્રથમ લગ્ન કર્યા હતા. શોએબ અને સાનિયાનો એક પુત્ર પણ છે અને તેનું નામ ઇનઝમામ છે.
ગર્ભવતી છે સના જાવેદ ?
ભારતીય ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝાના એક્સ પતિ શોએબ મલિકે ગયા વર્ષે સના જાવેદ સાથે લગ્ન કર્યા હતા. આ કપલે હાલમાં તેમની વેડિંગ એનવર્સી પણ ઉજવણી હતી. અને હવે સોશિયલ મીડિયામાં સમાચાર વહેતા થયા છે કે, જલદી જ તેઓ એક નાના મહેમાનનું આગમન કરશે. થોડા દિવસ અગાઉ સના જાવેદ પાકિસ્તાની એક્ટર ફહાદ મુસ્તફાના રમઝાન સ્પેશયલ શોમાં જોવા મળી હતી. જે બાદ પ્રેગન્સીની વાતોએ જોર પકડ્યુ છે.
નેટીઝન્સે આવી પ્રતિક્રિયાઓ આપી
સના જાવેદ માટે એક વ્યક્તિએ ટિપ્પણી કરી – ‘કદાચ તે ગર્ભવતી છે, પ્રથમ ત્રિમાસિકમાં કંઈપણ તેને પરેશાન કરી શકે છે.’ બીજા એક વ્યક્તિએ લખ્યું, ‘શું તે ગર્ભવતી છે, કારણ કે ત્યારે જ હૃદય ખરાબ થઈ જાય છે.’ એક યુઝરે લખ્યું – ‘કદાચ તે ગર્ભવતી છે.’ આ સિવાય એક વ્યક્તિએ લખ્યું – મને લાગે છે કે તે ગર્ભવતી છે. તે જ સમયે, એક વ્યક્તિ અભિનેત્રીના આ વર્તન પર ગુસ્સે થતો જોવા મળ્યો. યુઝરે લખ્યું- ‘શિષ્ટાચાર પણ એક વસ્તુ છે, બહેન.’
સના જાવેદની કારકિર્દી
તમને જણાવી દઈએ કે સના જાવેદે ઘણા ટોચના પાકિસ્તાની સ્ટાર્સ સાથે લોકપ્રિય નાટકોમાં કામ કર્યું છે. તે ઇમરાન અબ્બાસ સાથે ‘ડર ખુદા સે’, ફિરોઝ ખાન સાથે ‘એ મુશ્ત-એ-ખાક’ અને ‘ખાની’ જેવા નાટકોમાં જોવા મળી છે. આ ઉપરાંત, તે ‘ડંક’, ‘કાલા ડોરિયાં’ અને ‘સુકૂન’ જેવા નાટકોનો પણ ભાગ રહી છે.


