મોરેશિયસના પ્રવાસના બીજા દિવસે પીએમ મોદી નેશનલ ડે પરેડમાં સામેલ થશે. 12 માર્ચના રોજ નેશનલ ડે પરેડ યોજાશે. આ બીજી વખત જ્યારે પીએમ મોદી આ વાર્ષિક સામારોહમાં મુખ્ય અતિથિના રૂપમાં ઉપસ્થિત થશે. મોરેશિયસ સરકારે પીએમ મોદીને પોતાના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કર્યા છે. પીએમ મોદી આ પ્રતિષ્ઠિત સન્માનને પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય છે.
નેશનલ ડે પરેડમાં સામેલ પીએમ
પીએમ મોદી મોરેશિયસના બે દિવસના પ્રવાસે છે. પોર્ટ લુઇસ એયરપોર્ટ પર મોરેશિયસના પીએમ નવીનચન્દ્ર રામગુલામે તેમનું ભવ્ય સ્વાગત કર્યુ હતુ. અહીં પીએમ મોદીએ ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કર્યા હતા. અને 12 માર્ચે યોજાનાર નેશનલ ડે પરેડમાં તેઓ મુખ્ય અતિથિના રૂપમાં સામેલ રહ્યા હતા. મોરેશિયસ સરકારે પીએમ મોદીને પોતાના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કર્યા છે. પીએમ મોદી આ પ્રતિષ્ઠિત સન્માનને પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય છે.
પીએમ મોદીનો કાર્યક્રમ
પીએમ મોદી મોરેશિયસના રાષ્ટ્રીય દિનની ઉજવણીમાં સામેલ થયા હતા. ત્યાર બાદ તેઓ મોરેશિયસના ઉપપ્રધાનમંત્રી અને અન્ય વરિષ્ઠ નેતાઓની સાથે મુલાકા કરશે. જે બાદ પ્રતિનિધિ મંડળ સ્તરની વાર્તાઓ થશે. અને સંવાદ દરમિયાન વિવિધ મુદ્દાઓ બાબતે વિચારોનું આદાન-પ્રદાન કરવામાં આવશે. ત્યાર બાદ સમગ્ર સંવાદનો સાર મીડિયા સમક્ષ મુકવામાં આવશે. આ ઉપરાંત પીએમ મોદી સિવિલ સર્વિસ કોલેજનું ઉદ્ધાટન કરશે.


