ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સ્પિનર સ્ટુઅર્ટ મેકગિલને કોકેઈનના વેપારમાં સંડોવણીનો દોષી ઠેરવવામાં આવ્યો છે. પરંતુ રાહતની વાત એ છે કે તેમને મોટા પાયે ડ્રગ્સના સપ્લાયમાં સામેલ હોવાના આરોપોમાંથી ક્લીનચીટ મળી ગઈ છે.
ઓસ્ટ્રેલિયન મીડિયાના રિપોર્ટ મુજબ કોર્ટમાં ચુકાદો જાહેર થયો ત્યારે તે નિરાશ થઈને ઉભો હતો. હવે તેને 8 અઠવાડિયા પછી સજા સંભળાવવામાં આવશે.
જાણો શું છે આખો મામલો
સિડની ડિસ્ટ્રિક્ટ કોર્ટની જ્યુરીએ એપ્રિલ 2021 માં 330,000 ઓસ્ટ્રેલિયન ડોલરના એક કિલો કોકેઈન ડીલમાં સંડોવણીમાંથી 54 વર્ષીય ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન લેગ-સ્પિનર સ્ટુઅર્ટ મેકગિલને નિર્દોષ જાહેર કર્યા છે. પરંતુ તેને ડ્રગ સપ્લાયમાં સામેલ હોવાનો દોષી ઠેરવવામાં આવ્યો છે. કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે મેકગિલે સિડનીમાં તેના રેસ્ટોરન્ટમાં તેના નિયમિત ડ્રગ ડીલરનો તેના નજીકના સંબંધી મેરિનોસ સોટિરોપોલોસ સાથે પરિચય કરાવ્યો હતો.
મેકગિલે કહ્યું કે તેને કોકેઈન ડીલ વિશે કોઈ જાણકારી નથી, પરંતુ ફરિયાદીઓએ દલીલ કરી હતી કે તેમની સંડોવણી વિના આ ડીલ શક્ય ન હોત. આ પહેલા સ્ટુઅર્ટ મેકગિલ એક વિચિત્ર અપહરણ કેસને કારણે સમાચારમાં આવ્યા હતા. તેને દાવો કર્યો હતો કે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું, જ્યારે બે અપહરણકારોએ કહ્યું હતું કે મેકગિલ પોતાની મરજીથી તેમની સાથે ગયો હતો. આ કેસમાં ડ્રગ્સની દાણચોરીનો પણ ઉલ્લેખ થયો હતો.
કોણ છે સ્ટુઅર્ટ મેકગિલ
સ્ટુઅર્ટ મેકગિલનો જન્મ 1971માં થયો હતો અને તેને ઓસ્ટ્રેલિયા માટે વનડે અને ટેસ્ટ ક્રિકેટ રમી છે. પોતાના કરિયરમાં, તેને 44 ટેસ્ટ મેચ રમી, 85 ઈનિંગ્સમાં 208 વિકેટ લીધી અને 349 રન બનાવ્યા. વનડેમાં તેને 3 મેચ રમી અને 6 વિકેટ લીધી.


