પાકિસ્તાનમાં 11 માર્ચે જાફર એક્સપ્રેસ હાઇજેક થયાને ચાર દિવસ વીતી ગયા છે, પરંતુ સંપૂર્ણ સત્ય બહાર આવ્યું નથી. પાકિસ્તાન આર્મી એક દિવસ પહેલા જ ઓપરેશન પૂર્ણ કરીને તમામ બંધકોને છોડાવવાનો દાવો કરી રહી છે, હવે BLA દ્વારા મોટો દાવો કરવામાં આવ્યો છે. BLAના જણાવ્યા અનુસાર, તેણે પાકિસ્તાની સેના દ્વારા બંધક બનાવેલા તમામ 214 સૈનિકોને મારી નાખ્યા છે.
BLAએ કહ્યું છે કે પાકિસ્તાની સેના અને સરકારની જીદને કારણે સૈનિકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે પાકિસ્તાનના કહેવા પ્રમાણે બે દિવસ પહેલા ઓપરેશન ખતમ થઈ ગયું હતું. બળવાખોર જૂથના પ્રવક્તા ઝિયાંદ બલોચે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પાકિસ્તાની સેનાએ કેદીઓની અદલાબદલી માટેના 48 કલાકના અલ્ટીમેટમની અવગણના કરી હતી, જેના પરિણામે બંધકોની હત્યા કરવામાં આવી હતી.
પાક આર્મીનો દાવો
પાક સેનાએ શુક્રવારે ફરી કહ્યું હતું કે ઓપરેશન સમાપ્ત થઈ ગયું છે. બળવાખોરો માર્યા ગયા, DG ISPRએ પાકિસ્તાનના ઓપરેશનનો કથિત વીડિયો જાહેર કર્યો અને બંધકોને કેવી રીતે છોડવામાં આવ્યા તેની માહિતી આપી. સેનાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કુલ 354 બંધકોને બચાવી લેવામાં આવ્યા છે, જેમાં 37 ઘાયલ મુસાફરોનો સમાવેશ થાય છે.
નવો દાવો કરતા પાકિસ્તાને શુક્રવારે કહ્યું કે બલૂચિસ્તાન લિબરેશન આર્મીના લડવૈયાઓ દ્વારા માર્યા ગયેલા 26 બંધકોમાંથી 18 સેના અને અર્ધલશ્કરી દળના જવાનો હતા. ઓપરેશન દરમિયાન, 5 ફ્રન્ટિયર કોર્પ્સ સૈનિકો પણ માર્યા ગયા હતા અને BLA દ્વારા 4 FC સૈનિકો માર્યા ગયા હતા જ્યારે એક ઓપરેશન દરમિયાન મૃત્યુ પામ્યો હતો.
પાક આર્મીની જિદ્દે લીધા બંધકોના જીવ!
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “બલૂચ લિબરેશન આર્મીએ પાકિસ્તાન સેનાને યુદ્ધ કેદીઓની અદલાબદલી માટે 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું, જે પાકિસ્તાની સેના માટે તેના જવાનોના જીવ બચાવવા માટે છેલ્લી તક હતી. જો કે, પાકિસ્તાને તેની પરંપરાગત જીદ અને લશ્કરી અહંકાર બતાવીને ગંભીર વાટાઘાટો ટાળી અને જમીની વાસ્તવિકતા સામે આંખ આડા કાન કર્યા. પરિણામે, તમામ 214 બંધકો માર્યા ગયા.
BLAનું નિવેદન પાકિસ્તાનના દાવાથી વિપરીત છે
પાકિસ્તાન સરકારે અગાઉ દાવો કર્યો હતો કે બચાવ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને તેણે તેનો વીડિયો શેર કર્યો હતો, જેમાં ત્રણ સ્થળોએ હુમલાઓ અને કેટલાક સૈનિકો જતા જોવા મળે છે, પાકિસ્તાને દાવો કર્યો હતો કે તમામ 33 લડવૈયાઓ માર્યા ગયા છે. આ દુર્ઘટનામાં 22 બંધકોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, આ સિવાય તમામ જવાનોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા હોવાનું કહેવાય છે. પરંતુ BLAએ પાકિસ્તાનના આ દાવાનો પર્દાફાશ કર્યો છે અને કોણ સાચું બોલી રહ્યું છે તેના પર ચર્ચા શરૂ થઈ ગઈ છે.
એક કહેવત છે કે ચોરી ઉપરથી સીના જોરી આ કહેવત પાકિસ્તાનને એકદમ અનુકૂળ આવે છે. કારણ કે પાકિસ્તાનમાં બધું જ જુઠ્ઠાણા પર આધારિત છે. આ વખતે પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. ટ્રેન અપહરણની ઘટના પર પાકિસ્તાનના તમામ દાવા ખોટા સાબિત થઈ રહ્યા છે.


