દિલ્હી કેપિટલ્સે આગામી IPL માટે તેના કેપ્ટન તરીકે અક્ષર પટેલની નિમણૂક કરી છે. આના પર ટીમમાં સામેલ વિકેટ કીપર બેટ્સમેન કેએલ રાહુલની પહેલી પ્રતિક્રિયા આવી છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી આવૃત્તિનું કાઉન્ટડાઉન હવે શરૂ થઈ ગયું છે. ટુર્નામેન્ટની શરૂઆતના થોડા દિવસો પહેલા દિલ્હી કેપિટલ્સે તેના કેપ્ટન તરીકે અક્ષર પટેલના નામની જાહેરાત કરી છે. જો કે, અગાઉ એવી સંભાવના હતી કે ફ્રેન્ચાઇઝી કેએલ રાહુલને તેના કેપ્ટન તરીકે પસંદ કરી શકે છે, જેણે પંજાબ કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સની કમાન સંભાળી છે.
અક્ષર પટેલને કેપ્ટન બનાવ્યા બાદ દિલ્હીમાં જોડાયેલા કેએલ રાહુલની પહેલી પ્રતિક્રિયા આવી છે. ડાબોડી ઓલરાઉન્ડર અક્ષર પટેલ 2019માં દિલ્હી કેપિટલ્સ ટીમમાં જોડાયો હતો. ત્યારથી તે ટીમ માટે 82 મેચ રમ્યો છે. IPL 2025 માટે તેને ટીમે 16.50 કરોડ રૂપિયામાં જાળવી રાખ્યો હતો. ટીમના કેપ્ટન ઋષભ પંતને બહાર કરવામાં આવ્યો હતો અને ફ્રેન્ચાઇઝીએ તેને હરાજીમાં ખરીદવામાં કોઈ રસ દાખવ્યો ન હતો. હરાજીમાં ટીમે પંજાબ અને લખનૌની કેપ્ટનશીપ કરી ચૂકેલા કેએલ રાહુલને 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
કેએલ રાહુલની પ્રતિક્રિયા
અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે રાહુલે પોતે કેપ્ટન બનવાનો ઇનકાર કર્યો હતો, ત્યારબાદ અક્ષર પટેલને દિલ્હી કેપિટલ્સની કમાન સોંપવામાં આવી છે. દિલ્હી કેપિટલ્સે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને અક્ષર પટેલને નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવાની માહિતી આપી હતી. આ પોસ્ટ પર કેએલ રાહુલની કોમેન્ટ આવી છે. તેણે લખ્યું, ‘અભિનંદન બાપુ. આ નવી સફર માટે તમને શુભેચ્છાઓ અને હું હંમેશા તમારી સાથે છું.


