જાન્યુઆરી મહિનામાં રમાયેલા ઓસ્ટ્રેલિયન ઓપન બાદ પ્રથમ વખત કોઇ ટૂર્નામેન્ટમાં રમી રહેલી નાઓમી ઓસાકાએ ભારે સંઘર્ષ કર્યા બાદ માયામી ઓપન ટેનિસ ટૂર્નામેન્ટની વિમેન્સ સિંગલ્સના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.
જાપાનમાં જન્મેલી અને અમેરિકામાં સ્થાયી થયેલી ઓસાકાએ બે કલાક 28 મિનિટના સંઘર્ષ બાદ યુલિયા સ્ટારોડુબેત્સેવાને 3-6, 6-4, 6-3થી હરાવીને પોતાના અભિયાનનો વિજયી પ્રારંભ કર્યો હતો.
અમેરિકાની સોફિયા કેનિને પેટ્રા ક્વિટોવાને 6-4, 7-5થી, લૌરા ડેવિસે ઇટોને 6-4,3-6, 6-4થી તથા ઇલેના ગેબ્રિયેલા રુસેએ પોલિના કુદેરમેતોવાને 6-1, 6-7 (7-5), 6-2થી હરાવીને પોતાનું અભિયાન આગળ વધાર્યું હતું. વિમેન્સ સિંગલ્સના અન્ય મુકાબલામાં અમેરિકાની બે ખેલાડી વચ્ચે રમાયેલી પ્રથમ રાઉન્ડની મેચમાં ટેલર ટાઉનસેન્ડે એન લી સામે પ્રથમ સેટ ગુમાવ્યા બાદ 3-6, 6-4, 6-2થી, કેટરિના સિનિયાકોવાએ યુઇ યુઆન સામે ત્રીજો સેટ ટાઇબ્રેકરમાં પહોંચ્યા બાદ 2-6, 6-2, 6-7 (7-4)થી હરાવીને પોતાનું અભિયાન આગળ વધાર્યું હતું.


