અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન મહત્વનું વચન જનતાને આપ્યુ હતુ. ડૉનાલ્ડ ટ્રમ્પે ભૂતપૂર્વ પ્રમુખ જોન એફ.કૈનેડીની હત્યા મામલે મહત્ત્વના પુરાવા સાર્વજનિક કરવા માટે જાહેરાત કરી હતી. ત્યારે ટ્રમ્પે પોતાનું આ વચન પૂર્ણ કરીને કેનેડીની હત્યા સાથે જોડાયેલી 80 હજાર સીક્રેટ ફાઇલોને જાહેર કરી છે. તમે નેશનલ આર્કાઇવ્ઝની આ લિંક પર ક્લિક કરીને આ ફાઇલો જોઈ શકો છો.
ડૉનાલ્ડ ટ્રમ્પે 80 હજાર ફાઇલ કરી જાહેર
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ભૂતપૂર્વ પ્રમુખ જોન એફ.કૈનેડીની હત્યા મામલે મહત્ત્વના પુરાવા એકત્ર કર્યા છે. 2017માં તેઓએ 2800 ફાઇલ સાર્વજનિક કરી હતી. જ્યારે જો બાઇડને 13 હજાર ફાઇલ સાર્વજનિક કરી હતી. ફિલ્ડ્સે એવું કંઈ કહ્યું નહીં કે ફાઇલમાં એવું શું હતું જે અમેરિકન જનતાને આઘાત આપે. તેમણે કહ્યું, ‘જ્યારે દસ્તાવેજો જાહેર થશે, ત્યારે કહેવા માટે એક કરતાં વધુ વાર્તાઓ હશે.’ યુએસ ડિરેક્ટર ઓફ નેશનલ ઇન્ટેલિજન્સ તુલસી ગબાર્ડે X પરની એક પોસ્ટમાં લખ્યું, ‘રાષ્ટ્રપતિ ટ્રમ્પ મહત્તમ પારદર્શિતાના નવા યુગની શરૂઆત કરી રહ્યા છે.’ આજે, તેમના નિર્દેશ પર, અગાઉ સંપાદિત JFK હત્યાકાંડની ફાઇલો કોઈપણ સંપાદન વિના જાહેર કરવામાં આવી રહી છે. વચનો આપવામાં આવ્યા અને વચનો પૂરા થયા છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન મહત્વનું વચન જનતાને આપ્યુ હતુ. ડૉનાલ્ડ ટ્રમ્પે ભૂતપૂર્વ પ્રમુખ જોન એફ.કૈનેડીની હત્યા મામલે મહત્ત્વના પુરાવા સાર્વજનિક કરવા માટે જાહેરાત કરી હતી. ત્યારે ટ્રમ્પે પોતાનું આ વચન પૂર્ણ કરીને કેનેડીની હત્યા સાથે જોડાયેલી 80 હજાર સીક્રેટ ફાઇલોને જાહેર કરી છે. તમે નેશનલ આર્કાઇવ્ઝની આ લિંક પર ક્લિક કરીને આ ફાઇલો જોઈ શકો છો. આ ફાઇલોમાં શું છે તેનું હજુ સુધી સંપૂર્ણ વિશ્લેષણ કરવામાં આવ્યું નથી, પરંતુ વ્હાઇટ હાઉસે તેના અંગે એક મોટું નિવેદન આપ્યું છે. વ્હાઇટ હાઉસના ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી હેરિસન ફિલ્ડ્સે કહ્યું કે અમેરિકન લોકો તે ફાઇલોમાં જે જોશે તે જોઈને ચોંકી જશે.
કેનેડીની હત્યા એક રહસ્ય
કેનેડીની હત્યા લાંબા સમયથી એક રહસ્ય રહી છે. તેમની હત્યા સાથે સંબંધિત અનેક કાવતરાના સિદ્ધાંતો સામે આવતા રહે છે. ઇતિહાસકારો પણ માને છે કે આ દસ્તાવેજો જાહેર કરવા જોઈએ કારણ કે આ ફાઇલો રાષ્ટ્રપતિની હત્યા વિશે એવી માહિતી આપી શકે છે જે પહેલા કોઈ જાણતું ન હતું. 1992ના કાયદા મુજબ રાષ્ટ્રપતિ કેનેડીની હત્યા સંબંધિત દસ્તાવેજો 25 વર્ષની અંદર જાહેર કરવા જરૂરી હતા. સિવાય કે રાષ્ટ્રીય સુરક્ષાને નુકસાન પહોંચાડી શકે તેવા દસ્તાવેજો. 2017 માં પણ ટ્રમ્પે કેટલાક દસ્તાવેજો જાહેર કર્યા હતા.
કેનેડીની હત્યા કેવી રીતે થઈ?
કેનેડી હત્યાકાંડ સંબંધિત ફાઇલો પહેલા પણ જાહેર કરવામાં આવી છે, જેમાંથી 13 હજાર ફાઇલો બિડેન વહીવટ દરમિયાન જાહેર કરવામાં આવી હતી. એસોસિએટેડ પ્રેસના અહેવાલ મુજબ, યુનિવર્સિટી ઓફ વર્જિનિયા સેન્ટર ફોર પોલિટિક્સનાં ડિરેક્ટર અને ‘ધ કેનેડી હાફ-સેન્ચ્યુરી’ ના લેખક લેરી જે. સબાટોએ જણાવ્યું હતું કે એક ટીમ દસ્તાવેજોની તપાસ કરી રહી છે અને ફાઇલો કઈ નવી માહિતી પ્રદાન કરશે તે સમજવામાં થોડો સમય લાગી શકે છે. કેનેડીએ 22 નવેમ્બર, 1963 ના રોજ ડલ્લાસની મુલાકાત લીધી. તે ખુલ્લી ગાડીમાં હતા. અને આખા શહેરમાં ફરતા હતા. પછી એક ઇમારતમાંથી ગોળીઓ ચલાવવામાં આવી, જે સીધી તેમને વાગી, જેના પછી તેમનું મૃત્યુ થયું. પોલીસે 24 વર્ષીય લી હાર્વે ઓસ્વાલ્ડની ધરપકડ કરી હતી. બે દિવસ પછી જેલમાં લઈ જતી વખતે ઓસ્વાલ્ડનું મોત થયું હતુ. પાછળથી એક તપાસ પંચે ઓસ્વાલ્ડને એકલાને હત્યા માટે દોષિત ઠેરવ્યો હતો. પરંતુ આજે પણ કેનેડીની હત્યાને લગતા સિદ્ધાંતો સામે આવતા રહે છે.


