ભારતીય સ્ફોટક બેટ્સમેન અભિષેક શર્મા તથા જાદુઇ સ્પિનર વરુણ ચક્રવર્તી ટી20 રેન્કિંગમાં અનુક્રમે બેટ્સમેનો તથા બોલર્સની યાદીમાં પોતાના કારકિર્દીના બેસ્ટ બીજા ક્રમાંકને જાળવી રાખવામાં સફળ રહ્યા છે.
હાર્દિક પંડયા 252 રેટિંગ પોઇન્ટ સાથે ઓલરાઉન્ડર્સની યાદીમાં ટોચના ક્રમે જળવાઇ રહ્યો છે જેમાં નેપાળનો દીપેન્દ્રસિંહ એરી તથા માર્કસ સ્ટોનિસ ત્રીજા ક્રમે છે. તિલક વર્મા અને ભારતની ટી20 ટીમનો સુકાની સૂર્યકુમાર યાદવ બેટ્સમેનોની રેન્કિંગમાં અનુક્રમે ચોથા અને પાંચમા ક્રમે છે. ઓસ્ટ્રેલિયાનો ટ્રેવિસ હેડ પ્રથમ તથા ઇંગ્લેન્ડનો ફિલ સોલ્ટ ત્રીજા ક્રમે છે. અભિષેકના 829, તિલકના 804 તથા સૂર્યકુમારના 739 રેટિંગ પોઇન્ટ છે.
બોલર્સની યાદીમાં વેસ્ટ ઇન્ડિઝનો અકીલ હુસૈન ટોચના ક્રમે છે. ચક્રવર્તી હુસૈન કરતાં એક પોઇન્ટ પાછળ છે. ઇંગ્લેન્ડનો લેગ સ્પિનર આદિલ રાશિદ 705 પોઇન્ટ સાથે ત્રીજા ક્રમે છે. શ્રીલંકાનો વાનિન્દુ હસરંગા તથા ઓસ્ટ્રેલિયન લેગ સ્પિનર એડમ ઝમ્પા અનુક્રમે ચોથા તથા પાંચમા ક્રમે છે. ભારતનો રવિ બિશ્નોઇ છઠ્ઠા તથા ડાબોડી પેસ બોલર અર્શદીપ સિંહ નવમા ક્રમે છે. ભારતીય ખેલાડીઓના રેન્કિંગમાં કોઇ ફેરફાર થયા નથી.


