બ્રિટિશ ખેલાડી ઇમા રાડુકાનુએ 65 મિનિટમાં વાઇલ્ડ કાર્ડ ધરાવતી જાપાનની સયાકા ઇશીને 6-2, 6-1થી હરાવીને માયામી ઓપન ટેનિસ ટૂર્નામેન્ટની વિમેન્સ સિંગલ્સના બીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો.
2021ની યુએસ ઓપન ચેમ્પિયન રાડુકાનુનો આગામી મુકાબલો અમેરિકાની આઠમી ક્રમાંકિત ઇમા નવારો સામે થશે. અમેરિકાની સોફિયા કેનિને બે વખતની ભૂતપૂર્વ ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન ચેક રિપબ્લિકની પેટ્રા ક્વિટોવાને 6-4, 7-5થી હરાવી હતી. અન્ય મુકાબલામાં કેરોલિના ગ્રાસિયાએ એના બોન્ડેરને 6-0, 7-6 (7-5)થી, ઇલેના ગેબ્રિયેલા રુસે બીજો સેટ ટાઇબ્રેકરમાં પહોંચ્યા બાદ પોલિના કુદેરમેતોવાને 6-1, 6-7 (5-7), 6-2થી હરાવીને પોતાનું અભિયાન આગળ વધાર્યું હતું.


