જો તમારે ફ્લાઈટ પકડવી હોય અને તમારી સાથે તમારો પાલતુ કૂતરો પણ હોય અને જો છેલ્લી ક્ષણે એરપોર્ટ પર બોર્ડિંગ સ્ટાફ તમને કહે કે કૂતરાને લગતા દસ્તાવેજોમાં ગરબડને કારણે સાથે નહીં લઈ જઈ શકો, તો તમે શું કરશો? તમે ગમે તેવો નિર્ણય લો, પરંતુ અમેરિકાના ફ્લોરિડા એરપોર્ટ પર આ મહિલાએ જે કર્યુ કમ સે કમ તમે તેવું તો નહીં જ કરો. તેણે જે કર્યું છે તેના કારણે આ મહિલાની પોલીસે ધરપકડ કરી છે. મહિલાએ એરપોર્ટના વોશરૂમમાં કૂતરાને ડુબાડીને મારી નાખ્યો અને ડસ્ટબિનમાં ફેકી દીધો.
પેપરવર્કમાં ગરબડને કારણે મહિલાને ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં તેના પાલતુ કૂતરાને સાથે લઈ જવા દેવામાં આવી ન હતી. પછી તે ફ્લોરિડા એરપોર્ટના બાથરૂમમાં પહોંચી અને કૂતરાને પાણીમાં ડૂબાડીને તેના મૃતદેહને ડસ્ટબિનમાં ફેંકી દીધું હતું અને તેની ફ્લાઈટ પકડી લીધી હતી. હવે આ મહિલાને લેક કાઉન્ટીના અધિકારીઓએ પ્રાણીઓ સાથે દુર્વ્યવહારના આરોપમાં ધરપકડ કરી છે. બાદમાં તેને USD 5,000ના જામીન પર છોડવામાં આવી હતી. ઓર્લાન્ડો પોલીસ વિભાગે જણાવ્યું હતું કે, “આ કૃત્ય ઇરાદાપૂર્વકનું હતું અને તેના પરિણામે પ્રાણીનું ક્રૂર અને બિનજરૂરી મૃત્યુ થયું હતું.”
20 મિનિટમાં તમામ કામ થઈ ગયું
પ્રાપ્ત માહિતી અનુસાર, ટાયવિન નામના 9 વર્ષના પાલતુ કૂતરાની હત્યાની તપાસ ગયા વર્ષે ડિસેમ્બરમાં શરૂ થઈ હતી. એરપોર્ટના વોશરૂમમાં સફાઈ કર્મચારીઓને ડસ્ટબીન બેગમાંથી કૂતરાની લાશ મળી આવી હતી. સફાઈ કર્મચારીઓએ મહિલાને તેના પાલતુ કૂતરા સાથે વોશરૂમની અંદર ફેલાયેલી કેટલીક વસ્તુઓ ઉપાડતી જોઈ હતી. આ પછી તે ઈમરજન્સી કોલ પર ગયો. જ્યારે તે 20 મિનિટ પછી પાછી ફરી ત્યારે ટાયવિન કચરાપેટીમાં મૃત હાલતમાં પડેલો હતો. કૂતરા સાથે લટકેલા ટેગ પર મહિલાનું નામ અને ફોન નંબર લખવામાં આવ્યો હતો.
સીસીટીવીમાં બહાર આવ્યું સત્ય
સીસીટીવી ફૂટેજની તપાસમાં સામે આવ્યું છે કે મહિલા લતામ એરલાઈન્સના કાઉન્ટર પર કૂતરા સાથે હાજર હતી અને વાત કરી રહી હતી. તપાસમાં સામે આવ્યું છે કે એરલાઈન સ્ટાફે કૂતરાને સાથે લઈ જવાની પરવાનગી આપી ન હતી. ત્યારબાદ તે બાથરૂમમાં ગઈ, પરંતુ 20 મિનિટ પછી તે કૂતરા વગર બહાર આવી. કોલંબિયા જવા માટે ફ્લાઈટમાં બેસી ગયા. તપાસમાં જાણવા મળ્યું છે કે યુ.એસ.થી કોલંબિયા જતા કૂતરાઓ પાસે પશુચિકિત્સકનું આરોગ્ય પ્રમાણપત્ર અને હડકવા રસીકરણનો પુરાવો હોવો આવશ્યક છે, જે તેની પાસે નથી.


