IPL 2025 24 માર્ચે લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં LSG પ્રથમ બેટિંગ કરી. ઓપનિંગ બેટ્સમેન તરીકે આવેલા મિચેલ માર્શે LSG માટે અજાયબીઓ કરી. તેને શાનદાર ફિફ્ટી ફટકારી અને એક મહાન સિદ્ધિ હાંસલ કરી.
મિચેલ માર્શ બન્યો ચોથો બેટ્સમેન
LSG માટે સૌથી ઝડપી અડધી સદી નિકોલસ પૂરને 2023માં ફટકારી હતી. તેને 15 બોલમાં અડધી સદી ફટકારી હતી. પરંતુ મિચેલ માર્શે આ મેચમાં ધમાલ મચાવી દીધી અને 21 બોલમાં અડધી સદી ફટકારી. માર્શ LSG માટે સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર ચોથો બેટ્સમેન બન્યો.
| ખેલાડી | વિરોધી ટીમ | બોલ | વર્ષ |
| નિકોલસ પૂરન | RCB | 15 | 2023 |
| નિકોલસ પૂરન | MI | 19 | 2024 |
| કાયલ મેયર્સ | PBKS | 20 | 2023 |
| મિચેલ માર્શ | DC | 21 | 2025* |
| કાયલ મેયર્સ | CSK | 21 | 2023 |
મુકેશ કુમારને કર્યો આઉટ
મિચેલ માર્શ પોતાની અડધી સદીને સદીમાં ફેરવી શક્યો નહીં. દિલ્હીના ફાસ્ટ બોલર મુકેશ કુમારે મિચેલ માર્શે 11.4 ઓવરમાં તેને પેવેલિયન પાછો મોકલી દીધો. પરંતુ ત્યાં સુધીમાં માર્શે પોતાનું કામ કરી લીધું હતું. પોતાની બેટિંગ દરમિયાન, માર્શે 6 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા અને 36 બોલમાં 200 ના સ્ટ્રાઈક રેટથી 72 રન બનાવ્યા.


