શાહરૂખ ખાન સિવાય શ્રેયા ઘોષાલ અને દિશા પટણી જેવા ફેમસ ચહેરાઓએ IPL ઓપનિંગ સેરેમનીમાં પોતાનો જાદુ ફેલાવ્યો અને હવે, સિંગર મીકા સિંહ IPL ઈવેન્ટમાં વધુ ગ્લેમર ઉમેરવા માટે તૈયાર છે.
મીકા સિંહ લખનૌના અટલ બિહારી એકાના સ્ટેડિયમમાં પોતાનું પર્ફોર્મન્સ આપશે. IPL એ તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પરથી તેને પોસ્ટ કર્યું છે. આ પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે ફેમસ સિંગર મીકા સિંહ 1 એપ્રિલે લખનૌના અટલ બિહારી એકાના સ્ટેડિયમમાં પરફોર્મ કરશે.
નીતિ મોહન અને સિદ્ધાર્થ મહાદેવનના પરફોર્મન્સ પર ફેન્સ ઝૂમ્યાં
દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ લખનૌ સુપર જાયન્ટ્સ મેચ પહેલા ફેમલ બોલીવુડ સિંગર નીતિ મોહને પોતાનો જાદુ ફેલાવ્યો. તેને સીગિંગથી સ્ટેજ પર આગ લગાવી દીધી. આ સિવાય ફેન્સ સિદ્ધાર્થ મહાદેવનના અભિનયથી મંત્રમુગ્ધ થઈ ગયા.
સિઝનની તેમની પહેલી જીતની રાહ જોઈ રહ્યું છે લખનૌ સુપર જાયન્ટ્સ
તમને જણાવી દઈએ કે રિષભ પંતની આગેવાની હેઠળ લખનૌ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સની ટીમો 1 એપ્રિલે લખનૌના અટલ બિહારી એકાના સ્ટેડિયમમાં એકબીજા સામે ટકરાશે. બંને ટીમો વચ્ચેનો મુકાબલો ભારતીય સમય મુજબ સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. આ પહેલા લખનૌ સુપર જાયન્ટ્સે દિલ્હી કેપિટલ્સ સામે પોતાની સિઝનની શરૂઆત કરી હતી, પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. અક્ષર પટેલના નેતૃત્વ હેઠળની દિલ્હી કેપિટલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 1 વિકેટથી હરાવ્યું. લખનૌ સુપર જાયન્ટ્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટે 209 રન બનાવ્યા. જવાબમાં, દિલ્હી કેપિટલ્સે 19.3 ઓવરમાં 9 વિકેટે લક્ષ્ય હાંસલ કરી લીધું. દિલ્હી કેપિટલ્સની જીતનો હીરો આશુતોષ શર્મા હતો. આશુતોષ શર્માએ 31 બોલમાં 66 રનની અણનમ ઈનિંગ રમી.


