બેંગકોકમાં 7.7 ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા છે. મ્યાનમારમાં પણ ભૂકંપથી ઘરો હચમચી ગયા છે. ભૂકંપના જોરદાર આંચકાને કારણે બેંગકોક અને મ્યાનમાર શહેરોમાં મોટી ઇમારતો હોડીઓની જેમ ધ્રુજવા લાગી હતી. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.7 નોંધાઈ છે. આ ભૂકંપ ખૂબ જ મજબૂત માનવામાં આવી રહ્યો છે. ભૂકંપથી થાઇલેન્ડ અને મ્યાનમારમાં 100થી વધુ લોકોના મૃત્યુ થયાના સમચારા સામે આવ્યા છે.
‘ઘરો હોડીઓની જેમ હચમચી ગયા’
મ્યાંમાર સહિત દિલ્હી એનસીઆરમાં ભૂંકપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર બિન્દુ મ્યાંમ્યારથી 16 કિમી ઉત્તર-પશ્ચિમ શહેરથી દુર નોંધવામાં આવ્યુ છે. મ્યાનમારમાં રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.7 હતી. તીવ્રતા એટલી વધારે હતી કે તેના આંચકા બેંગકોકથી દિલ્હી સુધી અનુભવાયા હતા. આંચકા પડોશી દેશો બાંગ્લાદેશ, ચીન, લાઓસ અને થાઈલેન્ડ અને ભારતમાં અનુભવાયા હતા. ઘરોમાં બારીઓ, પંખાથી લઈને ટ્યુબલાઈટ સુધી બધું જ ધ્રુજવા લાગ્યું. મ્યાનમારમાં ઘણી જગ્યાએ બહુમાળી ઇમારતો ધરાશાયી થવાના, પુલ તૂટી પડવાના અને લોકોના કાટમાળ નીચે દટાયાના અહેવાલો છે. આ ભૂકંપની સૌથી વધુ અસર થાઇલેન્ડમાં જોવા મળી રહી છે. ઘણા વીડિયો સામે આવ્યા છે જેમાં મોટી ઇમારતો ધરાશાયી થઈ રહી છે. બેંગકોકમાં બહુમાળી ઇમારત ધરાશાયી થયા બાદ 43 લોકો કાટમાળ નીચે દટાયા હોવાના સમાચાર પણ છે.
બહુમાળી ઇમારતો થઇ ધરાશાયી
સ્થાનિક અહેવાલો અનુસાર, બેંગકોકમાં ભૂકંપ દરમિયાન બાંધકામ હેઠળની એક ગગનચુંબી ઇમારત ધરાશાયી થઈ ગઈ. બેંગકોકમાં એક ટાવર ધરાશાયી થવાથી ઓછામાં ઓછા 43 લોકો ગુમ થયા છે. તેના આંચકા ભારતના ઉત્તર પૂર્વ રાજ્યોમાં અનુભવાયા હતા. મધ્ય મ્યાનમારમાં 7.7ની તીવ્રતાના ભૂકંપ બાદ થાઈ પ્રધાનમંત્રીએ કટોકટી બેઠક બોલાવી હતી. શક્તિશાળી ભૂકંપ બાદ થાઈલેન્ડના વડા પ્રધાન પટોંગટાર્ન શિનાવાત્રાએ તાત્કાલિક બેઠક બોલાવી હતી. ભૂકંપ પછી, તેમણે દક્ષિણ ટાપુ ફુકેટની તેમની સત્તાવાર મુલાકાત મુલતવી રાખી છે. આજે મ્યાનમારમાં 7.7 અને 6.4ની તીવ્રતાના સતત બે જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેના જોરદાર ભૂકંપની અસર થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં પણ અનુભવાઈ હતી. મ્યાનમારના મંડલેમાં આવેલ પ્રખ્યાત અવા બ્રિજ એક પ્રચંડ ભૂકંપને કારણે ઇરાવદી નદીમાં તૂટી પડ્યો હોવાના સમાચાર આવી રહ્યા છે. આ ભૂકંપથી બેંગકોકમાં ઘણો વિનાશ થયો હતો.
સ્થાનિકોમાં ભયનો માહોલ
થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.7 હતી. નિષ્ણાતો કહે છે કે આ ખૂબ જ મજબૂત ભૂકંપ હતો, જેનાથી ભારે નુકસાન થઈ શકે છે. મ્યાનમારમાં પણ ભૂકંપના અહેવાલો છે. ભૂકંપના જોરદાર આંચકાને કારણે બેંગકોક અને મ્યાનમાર શહેરોમાં મોટી ઇમારતો હોડીઓની જેમ ધ્રુજવા લાગી. આ ભૂકંપના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છે. લોકોને સુરક્ષિત સ્થળે જવા માટે માહિતી અપાઇ છે.


