IPL 2025 ની 20મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાશે. બંને ટીમો વચ્ચેનો મુકાબલો સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. બંને જીતના ટ્રેક પર પાછા ફરવા માંગે છે. હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની MIએ અત્યાર સુધી ચાર મેચમાંથી એક જીતી છે. મુંબઈ પોઈન્ટ ટેબલમાં આઠમા સ્થાને છે. મુંબઈ છેલ્લી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે હારી ગયું હતું. વાનખેડે ખાતે આરસીબી સામે એમઆઈનો રેકોર્ડ પ્રભાવશાળી છે. છેલ્લા 10 વર્ષમાં RCB અહીં એક પણ મેચ જીતી શક્યું નથી. બેંગલુરુની ટીમે વર્તમાન સિઝનમાં ત્રણમાંથી બે મેચ જીતી છે. છેલ્લી મેચમાં ગુજરાત ટાઈટન્સ સામે આરસીબીનો પરાજય થયો હતો. RCB ટેબલમાં ત્રીજા નંબરે છે. સોમવારે MI ના ડેશિંગ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ મેદાન પર જોવા મળી શકે છે. તે RCB મેચ માટે ઉપલબ્ધ છે, જેની પુષ્ટિ MIના મુખ્ય કોચ મહેલા જયવર્ધને દ્વારા કરવામાં આવી છે. બુમરાહ જાન્યુઆરીથી કમરની તકલીફથી પીડાઈ રહ્યો હતો. પરંતુ હવે તે સંપૂર્ણપણે ફિટ છે.


