IPL 2025ની 22મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ ટકરાશે. આ મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે અને મહારાજા યાદવેન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. જો આપણે IPL 2025 પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો, પંજાબ હાલમાં 3 માંથી 2 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે, જ્યારે ચેન્નાઈ ચાર મેચમાં ફક્ત એક જ જીત નોંધાવવામાં સફળ રહ્યું છે અને હાલમાં ટેબલમાં 9મા સ્થાને છે.


