IPL 2025 માં લખનૌ સુપર જાયન્ટ્સને મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાત ટાઈટન્સ સામેની મેચમાં ટીમને ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર મિચેલ માર્શ વિના રમવું પડશે.
ટોસ દરમિયાન LSL ના કેપ્ટન રિષભ પંતે જાહેરાત કરી કે મિચેલ માર્શ વ્યક્તિગત કારણોસર મેચમાં રમશે નહીં કારણ કે તેની પુત્રી બીમાર છે. તેમના સ્થાને દિલ્હીના બેટ્સમેન હિંમત સિંહનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને તેમને આજે ડેબ્યૂ કરવાની તક મળી છે.
માર્શની જગ્યાએ આ ખેલાડીને મળી તક
જો મિચેલ માર્શ રમી રહ્યો નથી તો તેના સ્થાને હિંમત સિંહને તક આપવામાં આવી છે. કેપ્ટન રિષભ પંતે કહ્યું કે હિંમત સિંહ મિચેલ માર્શની જગ્યાએ ટીમમાં રમશે. હિંમત દિલ્હીનો રહેવાસી છે અને અગાઉ દિલ્હી પ્રીમિયર લીગમાં રમી ચૂક્યો છે. આ સિઝનના મેગા ઓક્શનમાં LSG એ તેને 30 લાખ રૂપિયાના બેઝ પ્રાઈસ પર ખરીદ્યો હતો. હિંમત સિંહે અત્યાર સુધી પોતાની કારકિર્દીમાં 55 T20 મેચ રમી છે. તેને આમાં 5 વખત અડધી સદી ફટકારી છે અને તેનો સ્ટ્રાઈક રેટ 132.51 રહ્યો છે. અત્યાર સુધીમાં તેને કુલ 917 રન બનાવ્યા છે.
મિચેલ માર્શ કેમ નથી રમી રહ્યો?
એલએસએલના કેપ્ટન રિષભ પંતે કહ્યું કે મિચેલ માર્શ આ મેચમાં રમી રહ્યો નથી કારણ કે તેમની પુત્રીની તબિયત સારી નથી. માર્શ ઓસ્ટ્રેલિયા પાછો ફર્યો છે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી, પરંતુ તે હાલમાં ટીમનો ભાગ નથી.
આ સિઝનમાં મિચેલ માર્શનું પ્રદર્શન
મિચેલ માર્શ આ સિઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી રમી ચૂક્યો છે અને તે ટીમનો બીજા ક્રમનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેને ઈનિંગ્સની શરૂઆત કરતી વખતે 5 મેચમાં 4 અડધી સદી ફટકારી છે અને કુલ 265 રન બનાવ્યા છે. મિચેલ માર્શ ઓલરાઉન્ડર હોવા છતાં, તે હાલમાં ફક્ત બેટિંગ કરી રહ્યો છે કારણ કે તે ઈજા પછી વાપસી કરી રહ્યો છે.


