IPL 2025 માં 10 ટીમો વચ્ચે જંગ ચાલી રહ્યો છે. 3 અઠવાડિયાની રમત પછી, ફેન્સમાં ટુર્નામેન્ટનો ઉત્સાહ આસમાને છે. આ દરમિયાન પાકિસ્તાન સુપર લીગ પણ 11 એપ્રિલથી શરૂ થઈ છે. IPL ઓક્શનમાં અનસોલ્ડ રહ્યા પછી, ઘણા ખેલાડીઓ હવે આ લીગમાં ભાગ લઈ રહ્યા છે.
ભારત અને પાકિસ્તાનમાં બનતી કોઈપણ બાબતમાં આ બંને વચ્ચે કોઈ સરખામણી નથી. બંને લીગના કેપ્ટનોના પગાર પણ એકબીજાથી અલગ છે. PSLની આ સીઝનમાં 6 કેપ્ટન છે, પરંતુ તે બધા મળીને એકલા રિષભ પંતના પગારનો અડધો ભાગ પણ કમાઈ શકશે નહીં. તમને જણાવી દઈએ કે IPL અને PSL ના કેપ્ટનોના પગાર અને તેમની વચ્ચેનો તફાવત.
IPL Vs PSL: સૌથી મોંઘો કેપ્ટન
સૌ પ્રથમ, બંને લીગના સૌથી મોંઘા કેપ્ટનો વિશે વાત કરીએ તો રિષભ પંત લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન છે અને IPL 2025 મેગા ઓક્શનમાં તેના પર 27 કરોડ રૂપિયાની બોલી લાગી હતી. તે ફક્ત આ સિઝનમાં જ નહીં પરંતુ IPLના ઈતિહાસમાં પણ સૌથી મોંઘો કેપ્ટન છે. જો આપણે PSL સાથે સરખામણી કરીએ, તો આ સિઝનનો સૌથી મોંઘો કેપ્ટન ડેવિડ વોર્નર છે. તે વર્તમાન સિઝનમાં કરાચી કિંગ્સનો કેપ્ટન બનશે. કરાચી ટીમે તેને 3 લાખ ડોલર એટલે કે આશરે 2.58 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. એટલે કે બંને લીગમાં સૌથી મોંઘા કેપ્ટનો વચ્ચે કિંમતમાં લગભગ 11 ગણો તફાવત છે. IPLના સૌથી મોંઘા કેપ્ટનને PSLના સૌથી મોંઘા કેપ્ટન કરતાં આશરે 24.5 કરોડ રૂપિયા વધુ મળી.
રિષભ પંત એકલો PSLના બધા કેપ્ટનો કરતા વધુ કમાણી
પાકિસ્તાન સુપર લીગ 2025માં 6 કેપ્ટન છે. ડેવિડ વોર્નર સિવાય પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન, શાહીન આફ્રિદી, સઈદ શકીલ અને શાદાબ ખાન તેની કેપ્ટનશીપ કરે છે.
ડેવિડ વોર્નર (કરાચી કિંગ્સ) – 300,000 ડોલર (2.58 કરોડ રુપિયા)
બાબર આઝમ (પેશાવર ઝાલ્મી) – 2.2 લાખ ડોલર (1.89 કરોડ રુપિયા)
મોહમ્મદ રિઝવાન (મુલતાન સુલ્તાન્સ) – 2.2 લાખ ડોલર(1.89 કરોડ રુપિયા)
શાહીન આફ્રિદી (લાહોર કલંદર્સ) – 2.2 લાખ ડોલર (1.89 કરોડ રુપિયા)
સઈદ શકીલ (ક્વેટા ગ્લેડીયેટર્સ) – 2.2 લાખ ડોલર (1.89 કરોડ રુપિયા)
શાદાબ ખાન (ઇસ્લામાબાદ યુનાઇટેડ) – 2.2 લાખ ડોલર (1.89 કરોડ રુપિયા)
આ રીતે, PSL ના તમામ 6 કેપ્ટનોની કુલ કિંમત 14 લાખ ડોલર એટલે કે લગભગ 12.04 કરોડ રૂપિયા છે, જ્યારે એકલા રિષભ પંતનો પગાર 27 કરોડ રૂપિયા છે. આનો અર્થ એ થયો કે તેમને પંતની અડધી કિંમત પણ નથી મળી રહી.
IPL 2025 ના કેપ્ટનનો પગાર
રિષભ પંત (LSG) – 27 કરોડ રૂપિયા
શ્રેયસ ઐયર (PBKS) – 26.75 કરોડ
પેટ કમિન્સ (SRH) – 18 કરોડ રૂપિયા
રૂતુરાજ ગાયકવાડ (CSK) – 18 કરોડ
સંજુ સેમસન (RR) – 18 કરોડ
શુભમન ગિલ (GT) – 16.5 કરોડ
અક્ષર પટેલ (DC) – 16.5 કરોડ રૂપિયા
હાર્દિક પંડ્યા (MI) – 16.35 કરોડ રૂપિયા
રજત પાટીદાર (RCB) – 11 કરોડ
અજિંક્ય રહાણે (KKR) – 1.5 કરોડ રૂપિયા
આ સરખામણી પરથી સ્પષ્ટ થાય છે કે IPL માત્ર સ્કેલ જ નહીં પરંતુ ખેલાડીઓના પગારમાં પણ PSL કરતા ઘણું આગળ છે. રિષભ પંતનો પગાર એકલા પીએસએલના કેપ્ટનોના કુલ પગાર કરતાં બમણાથી વધુ છે.


