ભારતીય સ્ટાર ક્રિકેટર કે.એલ. રાહુલ આજે પોતાના જન્મ દિવસની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી ટીમમાં પોતાનું સ્થાન સાબિત કરવા માટે સંઘર્ષ કરી રહેલા કેએલ રાહુલે ટેકનિકલ કૌશલ્ય અને પોતાની મહેનત થકી પોતાનું નસીબ બદલ્યું છે. વિકેટકીપિંગથી લઈને ઓપનિંગ અને મિડલ ઓર્ડર સુધી, તે કોઈ પણ ફરિયાદ વિના ટીમ માટે કંઈ પણ કરવા તૈયાર છે. IPL 2025ની 24મી મેચમાં KL રાહુલે યાદગાર ઇનિંગ રમતા દિલ્હી કેપિટલ્સ (DC) આ સિઝનમાં સારી શરૂઆત કરતા દિલ્હી કેપિટલ્સને ૬ વિકેટથી જીત અપાવી.
પિતા બન્યા બાદ વધુ ગંભીર બન્યો ક્રિકેટર
ભારતના સ્ટાર બેટસમેને કે.એલ. રાહુલે બોલીવુડ અભિનેતા સુનિલ શેટ્ટીની પુત્રી અથિયા શેટ્ટી સાથે 2023માં લગ્ન કર્યા હતા. અથિયા સાથે લગ્ન કર્યા બાદ કે.એલ રાહુલ કારર્કિદી પ્રત્યે વધુ સભાન બન્યો છે. આઈપીએલ-2025માં શાનદાર પ્રદર્શન કરનાર કે.એલ રાહુલે સિઝનમાં દિલ્હી કેપિટલ્સ તરફથી પોતાની પ્રથમ મેચ નહોતી રમી હતી. જેનું કારણ જાણવા મળ્યું કે તેમના ઘરે એક સુંદર મહેમાનનું આગમન થયું હતું. 25 માર્ચના રોજ અથિયા શેટ્ટીએ ઇન્સ્ટાગ્રામ પર કરી હતી કે અમે અમે એક સુંદર પુત્રીના પેરેન્ટસ બન્યા છીએ. અને એટલે જ રાહુલ આઈપીએલની પ્રથમ મેચ છોડી પોતાની પુત્રને મળવા મુંબઈ પંહોચ્યો હતો.
પરિવાર સાથે પણ સંબંધો વધુ ગાઢ
ક્રિકેટર કેએલ રાહુલના પત્ની ઉપરાંત તેમના પરિવાર સાથે પણ સંબંધો વધુ ગાઢ છે. કે.એલ. રાહુલે અથિયાના પિતા એટલે તેના સસરા સુનીલ શેટ્ટી સાથે મળીને થાણેમાં 7 એકર જમીન ખરીદી છે. ભારતમાં પ્રોપર્ટી ડેટા રાખતી કંપની ‘સ્ક્વેર યાર્ડ્સ’ અનુસાર, આ પ્રોપર્ટી રાહુલ અને શેટ્ટી દ્વારા માર્ચ 2025 માં ખરીદવામાં આવી હતી, જેના માટે તેમણે 9.85 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. રાહુલ અવારનવાર તહેવાર અને ખાસ કાર્યક્રમોમાં પોતાના પરીવાર તેમજ અથિયાના પરીવાર સાથે જોવા મળ્યો છે. ક્રિકેટર, અથિયાના પતિ અને હવે એક પિતા બન્યા બાદ કે.એલ. રાહુલે ભારતીય ક્રિકેટમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે.


