IPL 2025 માં વિરાટ કોહલી અદ્ભુત ફોર્મમાં દેખાઈ રહ્યો છે. દરમિયાન, સીઝન-18 ના મધ્યમાં, કોહલીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પરથી પ્રમોશન, પેઇડ પાર્ટનરશિપ અને જાહેરાતો જેવી પોસ્ટ્સ દૂર કરી દીધી છે. જે આજકાલ ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે. પ્રશંસકો જાણવા માટે ઉત્સુક છે કે કોહલીએ આવી પોસ્ટ કેમ ડિલીટ કરવાનો નિર્ણય લીધો? હવે વિરાટ કોહલીએ પોતે આ અંગે ખુલાસો કર્યો છે.
પોસ્ટ ડિલીટ કરવા અંગે વિરાટનો ખુલાસો
સોશિયલ મીડિયા પર વિરાટ કોહલીની મોટી ફેન ફોલોઈંગ છે. કોહલીના ફક્ત ઇન્સ્ટાગ્રામ પર જ 271 મિલિયન ફોલોઅર્સ છે, તેથી દરેક વ્યક્તિ ઇચ્છે છે કે કોહલી તેમની કંપની અથવા બ્રાન્ડનો પ્રચાર કરે અને કોહલી આવું કરી રહ્યો હતો, જેના કારણે તેના ઇન્સ્ટાગ્રામ પર ઘણી બધી જાહેરાત પોસ્ટ્સ હતી, જેને વિરાટે હવે દૂર કરી દીધી છે.
RCB ની યુટ્યુબ ચેનલ પર વિરાટ કોહલીનો એક ઇન્ટરવ્યુ સામે આવ્યો છે
RCB ની યુટ્યુબ ચેનલ પર વિરાટ કોહલીનો એક ઇન્ટરવ્યુ સામે આવ્યો છે જેમાં કોહલીએ કહ્યું છે કે, “હું સોશિયલ મીડિયા સાથે ખૂબ જ રસપ્રદ સ્થિતિમાં છું. હાલમાં, હું એવી જગ્યાએ નથી જ્યાં હું વધુ પડતું વ્યસ્ત રહી શકું, ભવિષ્યમાં શું હશે તે તમે ક્યારેય જાણતા નથી. પરંતુ, તેને ચોક્કસપણે ફરીથી સેટ કરવાની જરૂર હતી.”
IPL 2025માં ધમાલ મચાવી
IPL 2025 માં વિરાટ કોહલી શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. હાલમાં, કોહલીએ આ સિઝનમાં 6 મેચ રમી છે, જેમાં બેટિંગ કરતી વખતે, વિરાટે 143.35 ના સ્ટ્રાઇક રેટથી 248 રન બનાવ્યા છે. જેમાં એક અડધી સદીનો સમાવેશ થાય છે. હાલમાં, કોહલી ઓરેન્જ કેપ યાદીમાં પાંચમા સ્થાને છે.


