IPL આજના દિવસે એટલે કે 18 એપ્રિલ 2008ના રોજ શરૂ થયું હતું. પહેલી મેચ RCB અને KKR વચ્ચે રમાઈ હતી. આઈપીએલમાં પહેલી વિકેટ ઝહીર ખાને લીધી હતી. હાલમાં IPLની 18મી સીઝન રમાઈ રહી છે. જેની પહેલી મેચ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી. પહેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાયા બાદ RCB ને હારનો સામનો કરવો પડ્યો હતો અને રાજસ્થાન રોયલ્સે પહેલી સિઝનમાં જ ટાઇટલ જીત્યું હતું.
કયા ખેલાડીએ પહેલા બાઉન્ડ્રી ફટકારી ?
18 એપ્રિલ 2008ના રોજ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે આરસીબી અને કેકેઆર વચ્ચે મેચ રમાઈ હતી. આઈપીએલનો પહેલો રન બેટથી નહીં પણ લેગ બાય તરીકે આવ્યો હતો. આ રન પ્રવીણ કુમારના બોલ પર આવ્યો. આ ઉપરાંત IPLના પહેલા ચાર મેચ ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ વિસ્ફોટક બેટ્સમેન બ્રેન્ડન મેક્કુલમના બેટથી આવ્યા હતા. ઝહીર ખાનના બોલ પર મેક્કુલમે આ ફોર ફટકારી હતી.
કયા બોલરે પહેલી વિકેટ લીધી?
આઈપીએલની પહેલી વિકેટ ફાસ્ટ બોલર ઝહીર ખાને લીધી હતી. તે સમયે ઝહીર ખાન આરસીબી ટીમનો ભાગ હતો. તે મેચમાં, ઝહીરે છઠ્ઠી ઓવરના બીજા બોલ પર તેની પહેલી IPL વિકેટ લીધી. ઝહીરે સૌરવ ગાંગુલીના રૂપમાં પોતાની પહેલી વિકેટ લીધી. સૌરવ ગાંગુલી પહેલી જ મેચમાં કેચ આઉટ થયો હતો. તેનો કેચ જેક્સ કાલિસે સ્લિપમાં લીધો હતો.
IPLમાં સૌથી વધુ રન બનાવનારા 5 બેટ્સમેન
વિરાટ કોહલી, શિખર ધવન, રોહિત શર્મા, ડેવિડ વોર્નર, સુરેશ રૈનાનો સમાવેશ થાય છે.


