પોપ ફ્રાન્સિસે 88 વર્ષના હતા. અને હવે તેઓએ દુનિયાને અલવિદા કહ્યુ છે. એક દિવસ પહેલા જ તેઓ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સને મળ્યા હતા. તેમના મૃત્યુના સમાચાર પછી, વિશ્વભરના 1.4 અબજ કેથોલિકો શોકમાં ડૂબી ગયા છે. પોપ ફ્રાન્સિસ છેલ્લા એક અઠવાડિયાથી બ્રોન્કાઇટિસથી પીડાતા હતા અને શુક્રવારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વેટિકને શનિવારે સાંજે અપડેટ જાહેર કરીને જણાવ્યું હતું કે “લાંબા સમય સુધી શ્વાસ લેવામાં તકલીફ” બાદ તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ છે.
કેવી રીતે થાય છે નવા પોપની નિયુક્તિ ?
નવા પોપ માટે ચૂંટણી યોજી નવા પોપની નિયુક્તિ કરવામાં આવશે. પોપ ફ્રાંસિસ રોમન કૈથોલિક ચર્ચના પ્રમુખ હતા. સામાન્ય રીતે પોપ આજીવન સુધી પોપના પદે બિરાજમાન રહે છે. પરંતુ કોઇ કારણ વશ તેમનું નિધન થાય અથવા તેઓ રાજીનામું આપે તો તેમના સ્થાને નવા પોપ માટે ચૂંટણી યોજાય છે. વર્ષ 2013માં છેલ્લી વખત પોપ બેનેડિક્ટ XVIએ રાજીનામું આપ્યુ હતુ. તેઓ લગભગ 600 વર્ષમાં રાજીનામું આપનાર પ્રથમ પોપ બન્યા હતા. ખ્રિસ્તી પંરપરા મુજબ જ્યારે કોઇ પોપની ચૂંટણી થાય છે ત્યારે Papel Conclaveનું આયોજન કરવામાં આવે છે. આ Papel Conclave હેઠળ નવા પોપની પસંદગી કરવામાં આવે છે. કાર્ડિનલ્સ પોપની નિયુક્તિ કરે છે. કાર્ડિનલ્સ કેથલિક ચર્ચના સૌથી ઉચ્ચ રેંકવાળા પાદરી માનવામાં આવે છે. કાર્ડિનલ્સ ખરેખર વિશ્વભરના બિશપ અને વેટિકનના અધિકારીઓ છે. જેમની નિમણૂંક પોપ દ્વારા જ થાય છે. આ કાર્ડિનલ્સ નવા પોપની નિયુક્તિ માટે અનેકવારો બેઠકો યોજે છે.
કાળા અને સફેદ ધુમાડાનું કનેક્શન
નવા પોપની ચૂંટણી બાદ પરિણામ જાહેર કરવા માટે ત્રણ કાર્ડિનલ્સની પસંદગી કરવામાં આવે છે. કાર્ડિનલ્સ બેલેટના પરિણામોની ઉંચા અવાજે જાહેરાત કરે છે. જો કોઇ ઉમેદવારને બે-તૃત્તાંશ મત નહીં મળ્યા હોય તો બેલેટને સ્ટોવમાં બાળવામાં આવે છે. જે રસાયણમાં આ બેલેટને બાળવામાં આવે છે તેમાંથી કાળો ધુમાડો બહાર નિકળે છે. અને આવી જ રીતે જો કોઇ ઉમેદવારને બે-તૃત્તાંશ મત મળે છે તો કોલેજ ઓફ કાર્ડિનલ્સના ડીનને પૂછવામાં આવ છે કે શું તેઓ આ વાતનો સ્વીકાર કરે છે. અને જો તેઓ સ્વીકાર કરી લે તો અંતિમ રાઉંડ માટે બેલેટને બાળી નાંખવામાં આવે છે. પરંતુ આ વખતે સફેદ ધુમાડો બહાર નિકળે છે. આ સફેદ ધુમાડાના માધ્યમથી જનતાને એ વાતનો સંકેત મળે છે કે નવા પોપની નિયુક્તિ થઇ ચુકી છે.
પોપ બનવા માટે હોય છે અમુક શરતો
પોપ પુરુષો જ બની શકે છે. પોપ બનવા માટે કોઇ ઉંમરની મર્યાદા નથી. પોપ ફ્રાંસિસને જ્યારે પોપ તરીકે પસંદ કરાયા હતા ત્યારે તેઓ 76 વર્ષના હતા. અને હમણાં તેમની ઉંમર 88 વર્ષ છે. તો અગાઉના જે પોપ હતા પોપ બેનેડિક્ટ XVIને 76 વર્ષની ઉંમરે પોપ બનાવવામાં આવ્યા હતા. પરંતુ તેઓએ 85 વર્ષની ઉંમરે તેમના પદ પરથી રાજીનામું આપ્યુ હતુ. નવા પોપ માટે મતદાન વેટિકન સિટીના સિસ્ટાઇન ચેપલમાં થાય છે. 80 વર્ષથી ઓછી ઉંમરના કાર્ડિનલ્સને મતદાન કરવાનો અધિકાર છે. મતદાન અને બેઠકની સમગ્ર પ્રક્રિયા ગુપ્ત રાખવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન, કાર્ડિનલ્સને બહારની દુનિયા સાથે કોઈ સંપર્ક કરવાની મંજૂરી નથી. કાર્ડિનલ્સ ગુપ્ત મતદાન દ્વારા મતદાન કરે છે. મતદાન દરરોજ 4 રાઉન્ડ માટે થાય છે અને જ્યાં સુધી ઉમેદવાર બે તૃતીયાંશ મતો મેળવે નહીં ત્યાં સુધી ચાલુ રહે છે. આ પ્રક્રિયા સવારના ખાસ મેળાવડાની સાથે શરૂ થાય છે. જ્યાં સિસ્ટાઇન ચેપલમાં 120 કાર્ડિનલ્સ ભેગા થાય છે. આ 120 કાર્ડિનલ્સ નવા પોપની પસંદગી કરે છે. આ મહત્વપૂર્ણ મીટિંગ પછી, કાર્ડિલ બધાને ત્યાંથી જવા માટે કહે છે. આ પહેલાં, આ કાર્ડિનલ્સ ગુપ્તતાના શપથ લે છે અને નવા પોપની પસંદગી ન થાય ત્યાં સુધી પોતાને કોન્ક્લેવમાં જ સીમિત રાખે છે. મતદાનના પહેલા દિવસે નવા પોપની પસંદગી થશે તેની કોઈ ગેરંટી નથી.


