દર વર્ષે 22 એપ્રિલના રોજ પૃથ્વી દિવસની ઉજવણી કરવામાં આવે છે. પ્રથમ વખત અમેરિકામાં પર્યાવરણીય કાર્યકર્તા સેનેટર ગેરાલ્ડ નેલ્સન દ્વારા 1970માં પૃથ્વી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેના બાદથી દર વર્ષે 22 એપ્રિલના રોજ જુદી-જુદી થીમ પર પૃથ્વી દિવસની ઉજવણી કરાય છે. પ્રથમ વખત પૃથ્વી દિવસની ઉજવણી પર, 141 દેશોના 20 કરોડ લોકોએ આ દિવસની ઉજવણી કરી હતી. આ પછી, દર વર્ષે કરોડો લોકો પૃથ્વી દિવસની ઉજવણી કરે છે.
આ વર્ષે શું છે થીમ
લોકોમાં પર્યાવરણ સંરક્ષણ મામલે જાગૃતિને લઈને આ વર્ષે અભિનેતાથી લઈને રાજનેતાઓ પણ હવે પૃથ્વી બચાવો અભિયાનમાં જોડાયા છે. આ વર્ષે ‘આપણી શક્તિ, આપણી પૃથ્વી’ પૃથ્વી દિવસની થીમ છે. આ થીમ સાથે જળવિદ્યુત, ભરતી, પવન અને સૌર ઉર્જા જેવા સ્વચ્છ ઉર્જા સ્ત્રોતો પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. વર્તમાન સંજોગોમાં સમગ્ર વિશ્વમાં પર્યાવરણમાં મોટા બદલાવ જોવા મળ્યા છે. અને એટલે જ છેલ્લા કેટલાક સમયથી પૃથ્વી બચાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પર્યાવરણની સુરક્ષા કરવા વૈશ્વિક સ્તરે અનેક મોટા ફેરફાર કરવામાં આવ્યા છે.
ગૃહ મંત્રી અમિત શાહે આપ્યો સંદેશ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર લખ્યું, “વિશ્વ પૃથ્વી દિવસ પર બધાને હાર્દિક શુભેચ્છાઓ. પૃથ્વીના જીવનને પોષિત કરે છે અને અમારા વિકાસ માટે પારદર્શી સ્થિતિનું પાલન કરવું જરૂરી છે. અને સંવર્ધન માટે અત્યંત સાવચેતીથી પરોપકાર કરો. મોદી સરકાર સતત વિકાસ માટે ગ્લોબલ પહલો આગળ વધારી રહી છે, અને અતૂટ ક્ષમતા સાથે આ ઉદ્દેશ્યની પૂર્તિ કરી રહી છે. હું તેમના સંરક્ષણવાદીઓની પણ જાણકાર કરી શકું છું રહે છે.”
પર્યાવરણનું કરો સંરક્ષણ
પૃથ્વી દિવસની ઉજવણીનો હેતુ પર્યાવરણીય સંરક્ષણના મહત્વને પ્રોત્સાહન આપવાનો, પ્રદૂષણ ઘટાડવાનો અને ઊર્જા સહિતના સંસાધનોનો વપરાશ અટકાવવાનો છે. પર્યાવરણનું સંરક્ષણ કરવા વર્તમાન સમયમાં વધુ પડતા પ્લાસ્ટીનો ઉપયોગ થવા લાગ્યો છે તેમાં ધરખમ ઘટાડો કરવો જોઈએ. પાણીની બોટલ, પાણીના પાઉચ, ચાના કપ વગેરે વસ્તુઓમાં પ્લાસ્ટીકનો ઉપયોગ વધ્યો છે. મોટાભાગે પાર્ટીઓ અને ફંકશનોમાં ડિસ્પોઝબેલ વસ્તુઓનો વપરાશ વધ્યો છે. તો લોકોએ બને ત્યાં સુધી રિસાઉક પ્રોડ્કટનો ઉપયોગ વધારવા પર ભાર મૂકયો હતો.
આ ઉપરાંત તમે વીજળીનો બચાવ પણ કરી શકો છો. આજકાલ ઘણી બધી જગ્યાઓ પર આગના બનાવ બન્યા છે. તેમાં શોર્ટસર્કિટ થયું હોવાના કારણો સામે આવ્યા છે. લોકોએ વીજ બચાવ પર ભાર મૂકવો જોઈએ. જેમકે જરૂર ના હોય ત્યારે લાઈટ અને પંખા બંધ રાખવા તેમજ એસી અને કૂલરમાં પણ સ્વીચ બંધ કરો ત્યારે મેઈન સ્વીચ પણ બંધ કરવાનું રાખજો. લોકો રીસાઈકલ પ્લાસ્ટીકનો ઉપયોગ કરી પર્યાવરણ બચાવોની ઝુંબેશનો હિસ્સો બની શકે છે. એવી વસ્તુઓનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો જે પર્યાવરણ માટે સલામત હોય. પ્રદૂષણ ઘટાડો અને નદીઓ અને નાળાઓમાં કચરો ફેંકવાને બદલે તેને કચરાપેટીમાં ફેંકી દો. એવી વસ્તુઓ ન ખરીદો જેની જરૂર નથી. આ વધુ પડતા વપરાશને કારણે, પૃથ્વી પર કચરાના ઉત્પાદનોનું પ્રમાણ વધે છે.
પર્યાવરણ બચાવવા તમામે વૃક્ષારોપણની ઝુંબેશમાં ભાગ લેવો જોઈએ. ખાસ કરીને બાળકોને નાનપણથી જ વીજ વેડફાટ અને પાણીનો વેડફાટ ના કરે તેનું ધ્યાન રાખો. પાણી અને વીજળી પર્યાવરણ અને આપણા માટે કેટલા મહત્વના છે તે સમજાવો. પાણીનો બગાડ ના થાય તેનું ધ્યાન રાખો. બાળકોને આદત પાડો કે તેઓ જરૂર વગર લાઈટ પંખા બંધ રાખે. તેમજ આખો દિવસ ઘરમાં રહેવાના બદલે થોડી વાર બહાર અથવા બગીચામાં ચાલવાની પ્રેકટીસ કરે. જેથી કરીને તેઓ વૃક્ષના સંપર્કમાં આવે.


