ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025માં પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયેલી રાજસ્થાન રોયલ્સ રવિવારે તેમના 12મા મેચમાં કોલકાતા નાઈટ રાઇડર્સ સામે ટકરાશે. 18મી સીઝનની આ 53મી મેચ રવિવારે બપોરે 3:30 વાગ્યે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે શરૂ થશે. ટોસ બપોરે 3 વાગ્યે થશે. આ મેચમાં રાજસ્થાનની ટીમ કોલકાતાની રમત બગાડી શકે છે. અજિંક્ય રહાણેની આગેવાની હેઠળની ટીમે 10 માંથી 4 મેચ જીતી છે અને 1 મેચ અનિર્ણિત રહી હતી. 9 પોઈન્ટ સાથે, ગયા સીઝનની વિજેતા ટીમ પોઈન્ટ ટેબલમાં 7મા સ્થાને છે. જો કોલકાતાએ આ સિઝનમાં પણ પોતાની ટાઈટલની આશા જીવંત રાખવી હોય તો તેમને પોતાની બધી મેચ જીતવી પડશે.


