ભારતીય ઉદ્યોગપતિ બલવિંદર સિંહ સાહનીને ગયા મહિને મની લોન્ડ્રિંગ, નકલી કંપનીઓ અને નકલી બિલના મામલે દુબઇ કોર્ટે દોષિત ઠેરવ્યા છે. અને આ ગુનામાં બલવિંદર સિંહ સાહની 5 વર્ષની સજા ફટકારવામાં આવી છે. બલવિંદર સિંહ સાહની પર 344 કરોડ રૂપિયાની હેરાફેરીનો આરોપ લગાવવામાં આવ્યો છે. ભારતીય ઉદ્યોગપતિ બલવિંદર સિંહ સાહનીને “અબૂ સબા”ના નામથી પણ ઓળખવામાં આવે છે.
344 કરોડ રૂપિયાની હેરાફેરીનો આરોપ
બલવિંદર સિંહ સાહને નકલી કંપનીઓ અને નકલી ઇન્વોઇસનો ઉપયોગ કરીને 150 મિલિયન દિરહામ રૂપિયાની લોન્ડરિંગનો દોષી ઠેરવવામાં આવ્યો છે. દુબઈની ચોથી ફોજદારી અદાલતે તેમને 5 વર્ષની જેલની સજા ફટકારી અને 500,000 AEDનો દંડ પણ ફટકાર્યો છે. આ કેસમાં કોર્ટે એમ પણ કહ્યું હતું કે સાહનીને તેની જેલની સજા પૂરી થયા પછી દેશનિકાલ કરવામાં આવશે. દોષિત ઠરેલા 32 અન્ય લોકોમાં તેમનો પુત્ર પણ એક હતો. અબજોપતિ હોવા ઉપરાંત, સાહની ખૂબ જ વૈભવી મહેલોમાં પણ રહે છે. તે પોતાની જીવનશૈલી માટે ખૂબ જ પ્રખ્યાત છે. તેમણે એક વખત પોતાની રોલ્સ રોયસ માટે ખાસ લાઇસન્સ પ્લેટ ખરીદવા માટે 9 મિલિયન ડોલર એટલે કે 76 કરોડ રૂપિયા પણ ખર્ચ્યા હતા.
અબુ સબાના કૌભાંડની કહાની
આરએસજી ગ્રુપના ચેરમેન સાહની વિરુદ્ધ 2024 માં દુબઈના બર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. અહીંથી જ તેમનો આખો કિસ્સો શરૂ થયો. બાદમાં 18 ડિસેમ્બર 2024ના રોજ તેને ફરિયાદ પક્ષને સોંપવામાં આવ્યું હતું. પહેલી કોર્ટ સુનાવણી 9 જાન્યુઆરી 2025ના રોજ થઈ હતી. તે સમયે, ફરિયાદીઓએ યુએઈ અને અન્ય દેશોમાં નકલી વ્યવસાયિક સોદાઓ અને શંકાસ્પદ નાણાં ટ્રાન્સફરના પુરાવા શેર કર્યા હતા. બલવિંદર સિંહ સાહની દુબઈમાં એક પ્રોપર્ટી મેનેજમેન્ટ કંપનીના માલિક છે. તેમનો વ્યવસાય યુએઈ, અમેરિકા અને ભારત સહિત ઘણા દેશોમાં ફેલાયેલો છે. તેઓ આરએસજી ગ્રુપના ચેરમેન હતા અને ઘણીવાર પરંપરાગત અમીરાતી પોશાક પહેરતા જોવા મળતા હતા.


