IPL 2025 માં ચેન્નાઈ સુપર કિંગ્સ પર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની તાજેતરની જીત બાદ એક વિચિત્ર ઘટના સામે આવી છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કર્ણાટકમાં સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીના વિશાળ પોસ્ટર સામે બકરીનું બલિદાન આપવા બદલ ત્રણ RCB ફેનની ધરપકડ કરવામાં આવી હતી.
આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, જેના પછી હોબાળો મચી ગયો. આનાથી પ્રાણી કલ્યાણ સંસ્થાઓ અને સામાન્ય લોકો બંનેમાં રોષ ફેલાયો હતો. આ 20 સેકન્ડના વીડિયોમાં, એક માણસ વિરાટ કોહલીના વિશાળ કટઆઉટ પોસ્ટર સામે બકરી પકડીને ઉભો જોવા મળે છે. જ્યારે બીજો વ્યક્તિ ચેન્નાઈ સુપર કિંગ્સ પર RCB ની જીતની ઉજવણી કરી રહ્યો હતો, ત્યારે બકરીને છરીથી કાપી નાખવામાં આવી. ત્યારબાદ કોહલીના કટઆઉટ અને મોટા ટીમ પોસ્ટર પર લોહી રેડવામાં આવ્યુ
3 વ્યક્તિઓની ધરપકડ
ત્રીજો વ્યક્તિ દોરડા વડે પ્રાણીને પકડવામાં મદદ કરે છે. પ્રાણીઓની ક્રૂરતા અને કટ્ટરતાને પ્રોત્સાહન આપવા બદલ તેની ટીકા થઈ રહી છે. સ્થાનિક અધિકારીઓએ કાર્યવાહી કરી છે, કેસ નોંધ્યો છે, ત્રણેયની ધરપકડ કરી છે અને વધુ તપાસ શરૂ કરી છે. ધરપકડ કરાયેલા વ્યક્તિઓની ઓળખ સના પલૈયા (22), જયન્ના (23) અને ટીપ્પે સ્વામી (28) તરીકે થઈ છે.
3 મેના રોજ રમાયેલી મેચમાં આરસીબીએ સીએસકેને 2 રનથી હરાવ્યું હતું. આ જીત બાદ ટીમના 16 પોઈન્ટ હતા અને તે ટોચ પર આવી ગઈ હતી, જોકે મુંબઈ પર ગુજરાતની જીત બાદ આરસીબી બીજા સ્થાને સરકી ગયું છે. આરસીબીએ 11 માંથી 8 મેચ જીતી છે. ટીમનો આગામી મુકાબલો શુક્રવાર, 9 મેના રોજ લખનૌ સામે થશે.
વિરાટ કોહલી પણ ઓરેન્જ કેપની રેસમાં છે, તે ૫૦૫ રન સાથે યાદીમાં ચોથા સ્થાને છે. જોકે, તે ટોચના સ્થાને રહેલા સૂર્યકુમાર યાદવથી માત્ર 5 રન દૂર છે, એટલે કે આ વખતે ઓરેન્જ કેપ માટેની લડાઈ ખૂબ જ રોમાંચક છે.


