IPL 2025 ના પ્લેઓફમાં પહોંચવાની કગાર પર રહેલી RCB ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના સ્ટાર બેટ્સમેન દેવદત્ત પડિકલ ઈજાના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝનમાં પડિકલનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું અને તેને 10 મેચમાં 247 રન બનાવ્યા હતા.
દેવદત્ત પડિકલની જગ્યાએ મયંક અગ્રવાલે આરસીબી કેમ્પમાં પ્રવેશ કર્યો છે. મયંકે અત્યાર સુધીમાં IPLમાં કુલ 127 મેચ રમી છે અને આ સમયગાળા દરમિયાન તેને 2661 રન બનાવ્યા છે. તેને આ લીગમાં એક સદી અને 13 અડધી સદી ફટકારી છે.
RCBને મોટો ઝટકો
IPL 2025 માં શાનદાર પ્રદર્શન કરી રહેલી RCB ને પ્લેઓફમાં પહોંચતા પહેલા જ મોટો ઝટકો લાગ્યો છે. ટીમના બેટ્સમેન દેવદત્ત પડિકલ હેમસ્ટ્રિંગની ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. આ સિઝનમાં પડિકલનું બેટ સાથે પ્રદર્શન ઉત્તમ રહ્યું. તેને 10 મેચમાં 247 રન બનાવ્યા. આ દરમિયાન પડિકલે 2 અડધી સદી પણ ફટકારી છે.
દેવદત્ત પડિકલ આઈપીએલ 2025 માં ત્રીજા નંબરના સ્થાન પર આરસીબી માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો હતો. આ પરિસ્થિતિમાં, ટુર્નામેન્ટમાંથી તેની બાકાત રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.
મયંક અગ્રવાલની એન્ટ્રી
મયંક અગ્રવાલે દેવદત્ત પડિકલની જગ્યાએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ કેમ્પમાં પ્રવેશ કર્યો છે. મયંક પહેલા પણ RCB માટે રમી ચૂક્યો છે. મયંકને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમવાનો ઘણો અનુભવ છે. તેને આ લીગમાં અત્યાર સુધીમાં 127 મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન તેને 2661 રન બનાવ્યા છે. મયંકે IPLમાં એક સદી અને 13 અડધી સદી પણ ફટકારી છે. આ સિઝનમાં અત્યાર સુધી રમાયેલી 11 મેચોમાંથી 8 મેચોમાં RCBએ વિજયનો સ્વાદ ચાખ્યો છે. ટીમ હાલમાં પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. પ્લેઓફમાં પહોંચવા માટે RCBને ફક્ત એક જીતની જરૂર છે.


