પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે મંગળવારે મોડી રાત્રે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. ભારતે ઓપરેશન સિંદૂરના નામે આ કાર્યવાહી કરી છે. 1947થી પાકિસ્તાન સતત ભારત વિરુદ્ધ આતંકવાદી ષડયંત્રો રચી રહ્યું છે. ઘણી વખત તેણે ભારત સાથે સીધું યુદ્ધ કર્યું છે પરંતુ દરેક વખતે તેને મુશ્કેલીભર્યા દિવસોમાંથી પસાર થવાનો વારો આવ્યો છે.
હકીકતમાં ભારતીય સેનાએ પાકિસ્તાન અને PoKમાં 9 આતંકવાદી છાવણીઓ પર મિસાઇલોથી હુમલો કર્યો હતો. ભારતના આ હુમલાએ પાકિસ્તાનને હચમચાવી નાખ્યું હતું. જોકે, આ પહેલી વાર નથી જ્યારે ભારતે પાકિસ્તાની આતંકવાદીઓ પર હુમલો કર્યો હોય.
2019માં પુલવામા હુમલો
26 ફેબ્રુઆરી 2019ના રોજ વાયુસેનાએ પુલવામા આતંકવાદી હુમલાના જવાબમાં પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ આતંકવાદી તાલીમ છાવણીઓ પર હવાઈ હુમલા કર્યા હતા. પુલવામા આતંકવાદી હુમલામાં 40 સીઆરપીએફ જવાનો શહીદ થયા હતા. બાલાકોટ હવાઈ હુમલામાં ફાઇટર વિમાનોનો ઉપયોગ કરીને ભારતે પાકિસ્તાનની અંદર આતંકવાદી છાવણીઓને નિશાન બનાવી હતી. 1971ના યુદ્ધ બાદ આ આ પ્રકારનો પહેલો હવાઈ હુમલો હતો.
2016માં ઉરી હુમલો
ત્યાર બાદ 18 સપ્ટેમ્બર 2016ના રોજ જમ્મુ અને કાશ્મીરના ઉરીમાં એક સૈન્ય કેન્દ્ર પર આતંકવાદી હુમલામાં 19 સૈનિકો શહીદ થયા હતા. આ હુમલાના 10 દિવસ બાદ ભારતે 28 અને 29 સપ્ટેમ્બરની મધ્યરાત્રિએ નિયંત્રણ રેખા પાર કરીને સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. સેનાએ PoKમાં અનેક આતંકવાદી લોન્ચ પેડને પણ નિશાન બનાવ્યા જેમાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા હતા.
1999માં કારગિલ યુદ્ધ
1999માં ઊંચાઈવાળા વિસ્તારમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ થયો હતો જે મે થી જુલાઈ સુધી લડવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન પાકિસ્તાની સૈનિકો અને આતંકવાદીઓએ કારગિલ વિસ્તારમાં પર્વતીય શિખરો પર કબજો કર્યો હતો. ભારતે આ વિસ્તાર પર ફરીથી નિયંત્રણ મેળવવા માટે ઓપરેશન વિજય શરૂ કર્યું. 26 જુલાઈ 1999ના રોજ ભારતે ફરી એકવાર આ વિસ્તાર પર નિયંત્રણ મેળવ્યું અને યુદ્ધનો અંત આવ્યો હતો. આ દિવસને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
1971માં બાંગ્લાદેશનો ઉદય
1971નું ભારત-પાકિસ્તાન યુદ્ધ પૂર્વ પાકિસ્તાન (હવે બાંગ્લાદેશ)થી સ્વતંત્રતાની માંગને કારણે શરૂ થયું હતું. ત્યારબાદ ભારતે બાંગ્લાદેશના મુક્તિ સંગ્રામના સમર્થનમાં યુદ્ધમાં ભાગ લીધો હતો અને પછી પૂર્વ અને પશ્ચિમ બંને મોરચે ભીષણ લડાઈ બાદ પાકિસ્તાની સેનાએ 16 ડિસેમ્બર 1971ના રોજ આત્મસમર્પણ કર્યું હતું. આ યુદ્ધના કારણે બાંગ્લાદેશ પાકિસ્તાનથી અલગ થઈ ગયું અને એક સ્વતંત્ર દેશનો ઉદય થયો હતો.
1985માં બીજું ભારત-પાકિસ્તાન યુદ્ધ
કાશ્મીર પર સંઘર્ષ 5 ઓગસ્ટ 1965ના રોજ શરૂ થયો. તે ત્યારે શરૂ થયો જ્યારે હજારો પાકિસ્તાની સૈનિકો સ્થાનિક બળવાખોરોના વેશમાં ભારતીય પ્રદેશમાં ઘૂસણખોરી કરી હતી. આ ગુપ્ત કાર્યવાહીને ઓપરેશન જિબ્રાલ્ટર તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય સેનાએ યોગ્ય જવાબ આપ્યો જે સંપૂર્ણ યુદ્ધમાં ફેરવાઈ ગયો હતો. આ યુદ્ધ 23 સપ્ટેમ્બર 1965 સુધી ચાલ્યું. સોવિયેત યુનિયન અને યુનાઇટેડ સ્ટેટ્સની મધ્યસ્થીથી બંને દેશો યુદ્ધવિરામ માટે સંમત થયા હતા.
પાકિસ્તાને પહેલી વાર હુમલો કર્યો
1947માં પહેલી વાર ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીરને લઈને યુદ્ધ થયું હતું. આ ત્યારે થયું જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે જમ્મુ અને કાશ્મીર રાજ્યને લઈને યુદ્ધ ફાટી નીકળ્યું હતું. તે ત્યારે શરૂ થયું જ્યારે પાકિસ્તાન સમર્થિત આદિવાસી લશ્કરે જમ્મુ અને કાશ્મીર રાજ્ય પર હુમલો કર્યો હતો.
તે જ સમયે, મહારાજા હરિ સિંહના જમ્મુ અને કાશ્મીરને ભારતમાં ભેળવવાના નિર્ણય બાદ ભારતીય સેના આ પ્રદેશનું રક્ષણ કરવા માટે આવી હતી. આ સમય દરમિયાન બંને દેશો વચ્ચે મોટા પાયે યુદ્ધ થયું હતું. આ યુદ્ધ જાન્યુઆરી 1947 સુધી ચાલુ રહ્યું જ્યારે સંયુક્ત રાષ્ટ્ર (યુએન) ની મધ્યસ્થીથી યુદ્ધવિરામ લાગુ કરવામાં આવ્યો જેના કારણે કાશ્મીર ભારત અને પાકિસ્તાન વચ્ચે LOCના રૂપમાં વિભાજિત થયું હતું.


