By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    3 hours ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 day ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    2 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    1 month ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Opinion: છેલ્લો..અંધારપટ..!
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

Opinion: છેલ્લો..અંધારપટ..!

Last updated: 2025/05/09 at 1:15 AM
11 months ago
Share
Opinion: છેલ્લો..અંધારપટ..!
SHARE

(પોળમિત્રોએ ફ્લ્મિી બની જીવનને નવ રસમાં જીવવાનું શરૂ કર્યું હતું! સોડાલેમનની પોળ હવે રામપુર ફ્લ્મિ સિટી વિલેજ બની ગઈ હતી!)

રામપુરમાં ઠાકુર બનેલા પપ્પુભાઇએ ગબ્બરને ચકમો આપવા અંધારપટ જાહેર કર્યો!

રામપુર માટે અંધારપટ નવો નોહતો! રામપુરમાં સાઈઠ વર્ષથી વીજળી હતી જ નહીં!

ઠાકુર બનેલા પપ્પુભાઈએ એલાન કર્યું!

‘આપણે આજુબાજુના ગામ મોહલ્લાઓને અંધારપટની પ્રેક્ટિસ કરાવીશું..! આજનો અંધારપટ આવતીકાલનું અજવાળું બનશે!’

‘ઠાકુરસાહેબ.. પહેલા અમારે ફનસ કેવી રીતે બંધ કરવું એ શીખવું પડશે?!’

ઠાકુરે દાંત કચકચાવી નવો આદેશ કર્યો!

‘કોઈએ ચૂલો પણ નથી પ્રગટાવવાનો..!’

‘ચિંતા ન કરો..ઠાકુર! ચૂલો તો પહેલેથી બંધ જ છે…!!’

‘વેરીગુડ..બસ.. એ જ રીતે ફનસ પણ પહેલેથી બંધ જ રાખો..! ગબ્બર ગામ લૂંટવા આવે તો એને કાંઇ જ દેખાવું જોઈએ નહીં!’

ગબ્બર બેટરી લઈને આવશે તો શું કરીશું?!’

‘કોણ બોલ્યું?!’

‘નોહ્તું બોલવાનું..???!!’

ભલે બોલ્યા..હંગલભાઈ…!’

એ. કે. હંગલ બનેલા ગુંદરલાલે ચોખવટ કરી..

મારું તો અંધારપટ સાથે જ જીવન શરૂ થયું છે..ઠાકુર! અજવાળાની શક્યતા વિશે મારાથી વિશેષ કોણ કલ્પના કરી શકે..?!? ગબ્બરના હુમલા પહેલા બધી શક્યતાનું મોક ડ્રીલ સમજી લેવું જોઈએ..! જવાબ આપો..ગબ્બર બેટરી લઈને આવશે..ત્યારે પ્રજાએ શું કરવાનું?!!’

‘વેરીગુડ.. ક્વેશ્ચન!’

‘એન્સર પ્લીઝ..!!’

‘સેન્સર ચાલતું હોય ત્યારે એન્સર પુછાય નહીં!!’

‘કોણ બોલ્યું..?!’

વીરુ..બનેલા છોટુલાલે ટાંકી ઉપરથી બૂમ મારી! રામપુરવાસીઓએ એકબીજા સામે આંગળી કરીને એક જ અવાજે એક સરખો જવાબ આપ્યો…!

આને…કાયમ વચમાં ડપકા મૂકવાની આદત છે..!! હું નોહતો…!!’

ઠાકુરને પ્રજા બચાવવી હતી..સેન્સર કરતા એમને અંધારપટની ચિંતા વધારે હતી! કાયમી ઉજાસ પહેલાનો આ છેલ્લો અંધારપટ હતો!

જે અંધારામાં રહેશે એ બચશે..અજવાળામાં આવ્યો એ ગયો…!!’

અનુસંધાનભાઈ..રામસિંહના રોલમાં આવી કન્ફ્યુઝ થઈ ગયા! એમનો ફ્યૂઝ ઊડી ગયો! ફ્યૂઝ ઊડી જવો એ પણ ટેકનિકલી અંધારપટ જ કહેવાય! અંધારામાં ડરપોક સ્વભાવનો માણસ પણ બોલે તો ઝલાઈ ન જાય! રામસિંહ એટલે જ બોલ્યા..!

સેન્સર અને અંધારપટ.. બંને એક જેવું જ લાગે છે..ઠાકુરસાહેબ!’

કોણ બોલ્યું..??!!’

વીરુએ ટાંકી ઉપરથી ફ્રીથી ત્રાડ પાડી!

કોણ બોલ્યું એ કોઈને દેખાયું નહીં! કારણ કે અંધારપટ હતો! બોલનારા અનુસંધાનભાઈ નિશ્ચિત થઈને અંધારામાં બેઠા હતા! જે બોલ્યું એ દેખાયું નહીં પણ ઠાકુરને સંભળાઈ ગયું ! અનુભાઈ અવાજ બદલીને બોલ્યા હતા! હવે.. કન્ફ્યુઝન દૂર કરવાનો વારો ઠાકુરનો હતો!

‘લાઇટ ચાલુ કરો…!!’

‘લાઇટ ગામમાં છે જ નહીં!’

‘ફનસ ચાલુ કરો…!!’

‘ગામજનોને અંધારામાં રહેવાનું તમે જ તો એલાન કર્યું છે, હવે પાછા અજવાળામાં કેમ લાવો છો?!’

‘સાવ.. વિરોધપક્ષના સભ્યો જેવું વર્તન કરો છો..! હું તમને મુસીબતોથી બચવાનો માર્ગ બતાવી રહ્યો છું ..તમે મારા ઉપર જ શંકા કરો છો..?!’

ઘડીકમાં અંધારું..ઘડીકમાં અજવાળું..!!

‘અમે સામાન્ય પ્રજા ક્યારે કરીશું.. વાળુ!’

‘સાઈઠ વર્ષથી અંધારામાં રહેવાની તમને એવી ટેવ પડી ગઈ છે કે અજવાળાની કિંમત સમજાવવા તમને અંધારપટની પ્રેક્ટિસ કરાવું છું.. તમારે એ કરવી જ નથી…!!’

‘તમે હમણાં તો અંધારપટની પ્રેક્ટિસ કરાવતા હતા..!’

‘આ છેલ્લો અંધારપટ છે..!! હું કરાવું છું.. એ બધી પ્રેક્ટિસ કરતા જાવ.. નહિતર હવે પછી ક્યારેય અજવાળું નસીબ નહીં હોય..!’

સત્યકામ વકીલ અંધારામાં જય બનીને આગળ આવ્યા! ગામજનોને ખખડાવી નાંખ્યા!

વીરુ બનેલા છોટુલાલ હજુ અંધારામાં જ ટાંકી ઉપર ગોઠવાયેલા હતા! જયની લલકાર થઈ..

‘વીરુ…! ટોળામાં ગબ્બરના માણસો ઘૂસી ગયા લાગે છે! ઠાકુરના અંધારપટ ઉપર શંકા કરે છે?! લાઇટ ચાલુ કરો…ગામના દુશ્મનોને અજવાળામાં લાવવા જરૂરી છે..!’

આ જગતમાં એંસી ટકા સામાન્ય જનની જેમ જ જીવતા હોય છે! એમને ક્યારે ખબર જ નથી હોતી કે અંધારું કોને કહેવાય અને અજવાળું કોને કહેવાય?! રામપુરમાં પણ એવા જ ગામજનો ઠાકુરની વાત ઉપર શંકા કરીને પણ એમની વાત માનતા અંધારામાં ઊભા હતા! આ પ્રકારના લોકોને હંમેશા વાળુની જ ચિંતા હોય છે.. અજવાળું અંગેની ચિંતા એમને થતી જ નથી..!!! આવા લોકોને વાળવામાં આવે ત્યાં વળી જતા હોય છે અને મોટેભાગે નેગેટિવ બાજુ વધારે વળતા હોય છે! ઠાકુર પોઝિટિવ બાજુ વાળવા જાય તો પણ ન વળે! ઠાકુરના અજવાળામાં વળવું ગમતું જ નથી આવા લોકોને. ગબ્બરના અંધારામાં જ બળવું ગમતું હોય છે! સાઈઠ વર્ષથી અંધારામાં રહેવા ટેવાયેલા ગામજનોને ઠાકુરના હાથ બંધાયેલા લાગે છે પણ હાથ તો ગામજનોના જ બંધાયેલા રહ્યા છે! અજવાળા પહેલા છેલ્લા અંધારપટની પ્રેક્ટિસ જરૂરી છે..મોટાભાઈ!

લાઇટ ચાલુ થઈ!

‘તમે બોલ્યાને અનુભાઈ…!?! ગબ્બરોએ તમને અંધારામાં રાખી લૂંટે રાખ્યા ત્યારે તો કંઈ ન બોલ્યા! હવે..મારા અંધારપટ ઉપર શંકા કરો છો..! ગબ્બર બેટરી લઈને આવશે…તો શું કરીશું?! એવું મને પૂછો છો…!’

ઠાકુરની સાલ ઊડી ગઈ..હાથ ખુલ્લા થઈ ગયા!

‘અંધારપટની પ્રેક્ટિસ તો બહાનું છે..તમને અજવાળા સુધી લઈ જવાનું સપનું છે..! અજવાળા ઉપર પ્રહાર કરીશું…!! અજવાળા ઉપર વિજય પહેલાનો આ છેલ્લો અંધારપટ છે!!!’

રામપુરજનો ઠાકુરના જુસ્સા અને ગુસ્સાને જોતા એક અવાજે બોલી ઊઠયા..

‘છેલ્લો..અંધારપટ નહી..ઠાકુર તમે તો છેલ્લો દીપક છો…..!!! અમને..તમારા ઉપર આંધળો વિશ્વાસ છે અને રહેશે….’

અજવાળા પહેલા અંધારપટ જરૂરી છે!

આંધળો વિશ્વાસ પણ અજવાળા પહેલાનો પોઝિટિવ અંધારપટ જ કહેવાય!

બુધિયાએ જાગતે રહો ફ્લ્મિની રેકોર્ડ શોધીને ગીત વગાડયું!

જાગી રે જાગી.. સારી ગલિયાં જાગી..

 નગર નગર સબ ગલિયાં જાગી…

 ‘જાગી રે……જાગી રે!!’

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ઇંધણ અછતની અફવા વચ્ચે નવો ટ્રેન્ડ, ઇલેકટ્રીક બાઇકના વેંચાણમાં ઉછાળો
સુરત

 ઇંધણ અછતની અફવા વચ્ચે નવો ટ્રેન્ડ, ઇલેકટ્રીક બાઇકના વેંચાણમાં ઉછાળો

Editor By Editor 3 hours ago
ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ
ધી સુરત મ્યુ. પ્રા.સ્કુ.ટી.કો.ઓપ.ક્રેડિટ સો. લિ અડાજણ દ્વારા “લ્હાણી વિતરણ”
 જેતપુરના દેરડીમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા તૈયાર ઘઉંનો પાક બળીને ખાખ
 પેટ્રોલમાં રૂ.પ.3૦, ડિઝલમાં રૂ.3નો તોતિંગ વધારો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?