9 મેના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે IPL 2025 તાત્કાલિક અસરથી એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવી હતી. આ પહેલા 8 મેના રોજ ધર્મશાળામાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ અધવચ્ચે જ રદ્દ કરવામાં આવી હતી અને સ્ટેડિયમ ખાલી કરાવવામાં આવ્યું હતું.
હાલમાં ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે, જેમાંથી એક એ છે કે જો IPLની બાકીની મેચો ભારતમાં નહીં યોજાય તો તે ક્યાં યોજાશે? ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર માઈકલ વોને ઈંગ્લેન્ડમાં IPLની બાકીની મેચોનું આયોજન કરવાની ઓફર કરી.
BCCI-ECB વચ્ચે થઈ વાતચીત?
મીડિયા રિપોર્ટ્સ મુજબ BCCI અને ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ વચ્ચે IPLના બાકીના મેચો અંગે વાતચીત થઈ હતી. પરંતુ આ અંગે BCCI દ્વારા કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. પરંતુ હવે ફેન્સના મતે એવું લાગે છે કે IPL 2025 ની બાકીની મેચો ઈંગ્લેન્ડમાં યોજાઈ શકે છે.
બીસીસીઆઈએ જાહેર કરી એક પ્રેસ રિલીઝ
બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયાએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે બીસીસીઆઈએ તાત્કાલિક અસરથી આઈપીએલના બાકીના મેચોને એક અઠવાડિયા માટે સ્થગિત કરી દીધા છે. નવા શેડ્યુલ અને ટુર્નામેન્ટ વિશે વધુ માહિતી યોગ્ય સમયે આપવામાં આવશે. તે પહેલાં અધિકારીઓ પરિસ્થિતિની સમીક્ષા કરશે.
IPL 2025ની બાકી છે 16 મેચ
IPL 2025 માં હજુ 16 મેચ બાકી છે, જેમાંથી 4 નોકઆઉટ મેચ છે. આઈપીએલની ફાઇનલ 25 મેના રોજ યોજાવાની હતી. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે બોર્ડ આ બધી મેચો સમયસર યોજવાનો પ્રયાસ કરશે.


