ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે IPL 2025 એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવી છે પરંતુ હવે BCCIએ તેને ફરીથી શરૂ કરવા પર પણ કામ શરૂ કરી દીધું છે. હવે આ અંગે એક મોટું અપડેટ સામે આવી રહ્યું છે જ્યાં BCCI રવિવારે તેનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કરી શકે છે. સૂત્ર તરફથી કહેવામાં આવી રહ્યું છે કે, 17 મેથી મેચ શરૂ થઈ શકે છે.
લીગમાં 16 મેચ બાકી
અહેવાલ મુજબ, લીગ ફરી શરૂ કરવા માટે સમયરેખા નક્કી કરતા પહેલા BCCI કેન્દ્ર સરકાર અને તમામ હિસ્સેદારોનો અભિપ્રાય લેશે. BCCI સચિવ દેવજીત સૈકિયાના જણાવ્યા અનુસાર, બોર્ડ લીગ માટે રોડમેપ તૈયાર કરવા માટે બેઠક યોજતા પહેલા આગામી 48 કલાક ઇનપુટ્સ એકત્રિત કરવામાં વિતાવશે. લીગમાં હાલમાં 16 મેચ બાકી છે જેમાં ચાર પ્લેઓફનો સમાવેશ થાય છે.
9 મેના રોજ મુલતવી રાખવામાં આવી હતી IPL
BCCIએ શુક્રવારે 9 મેના રોજ લીગને સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. કારણ કે તેને ધર્મશાળામાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ રદ કરવી પડી હતી.અહેવાલ અનુસાર, BCCI મે મહિનામાં જ IPL સીઝન પૂર્ણ કરવા માંગે છે. તે બાકીની 16 મેચ પૂર્ણ કરવા માટે 12-14 દિવસનો સમય શોધી રહ્યું છે ભલે તેને શેડ્યૂલમાં કેટલાક વધારાના ડબલ હેડરની જરૂર હોય. જો BCCIને દેશભરમાં લીગ યોજવા માટે ભારત સરકાર તરફથી મંજૂરી ન મળે તો બાકીની મેચો બેંગલુરુ, ચેન્નાઈ અને હૈદરાબાદમાં રમાઈ શકે છે.


