ભારતમાં અત્યારે પાકિસ્તાન સાથેના તંગદિલીભર્યા માહોલમાંથી બહાર આવી રહ્યું છે. ગત સપ્તાહ દરમિયાન નાપાક પાકિસ્તાનની હરકતોના કારણે દેશમાં તણાવનો માહોલ હતો. જેના કારણે આઈપીએલ લીગની સ્થગિત કરવામાં આવી હતી. રવિવાર બાદથી યુદ્ધ વિરામના કારણે ફરી પાછી દેશમાં સ્થિતિ નિયંત્રણ હેઠળ છે ત્યારે ક્રિકેટ રસિયાઓ માટે એક આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ પોતાની કારકિર્દીને લઈને આજે મોટી જાહેરાત કરી. વિરાટ કોહલીએ આજે ટેસ્ટ ક્રિકેટ શ્રેણીમાંથી નિવૃત્તની જાહેરાત કરી.
વિરાટ કોહલની આ જાહેરાતથી તેના ફેન્સને મોટો આંચકો લાગ્યો છે. ક્રિકેટરના આ નિર્ણયને લઈને અગાઉ બીસીસીઆઈ દ્વારા પુનઃવિચારણા કરવાનું કહેવામાં આવ્યું હતું છતાં પોતાના ટેસ્ટ ફોર્મેટમાં સંન્યાસના નિર્ણય પર વિરાટ કોહલી મક્કમ રહ્યો હતો. અને આજે ટેસ્ટ શ્રેણીમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. વિરાટે ટેસ્ટ શ્રેણીમાં અનેક શાનદાર રેકોર્ડ બનાવ્યા છે. પોતાની આટલી લાંબી કારર્કિદીમાં ટેસ્ટ ક્રિકેટમાં વિરાટે વિરાટ સિધ્ધિ મેળવી છે. આ છે તેના નામ થયેલા રેકોર્ડ.
વિરાટ કોહલીના નામે થયેલા રેકોર્ડ
- દિલ્હીના આ બેટ્સમેનએ 123 ટેસ્ટમાં 46.85 ની સરેરાશથી 9230 રન બનાવ્યા છે, જેમાં 30 સદીનો સમાવેશ થાય છે.
- વિરાટ કોહલી માટે ટેસ્ટ ફોર્મેટ માટે આ વર્ષ વધુ સારા રહ્યા. કોહલીએ 20212, 2015, 2016, 2018 અને 2023માં વધુ સારા રન બનાવ્યા.
- ભારતીય કેપ્ટન તરીકે વિરાટ કોહલીએ 2019માં દક્ષિણ આફ્રિકા સામે 254નો સૌથી વધુ સ્કોર નોંધાવ્યો હતો.
- ભારતીય કેપ્ટન તરીકે વિરાટ કોહલીએ સૌથી વધુ 20 સદી ફટકારી
- વિરાટ કોહલીએ ભારતીય કેપ્ટન તરીકે 5864 સૌથી વધુ રન બનાવ્યા
- ભારત માટે સૌથી વધુ બેવડી સદી: 7
- કોહલીએ કેપ્ટન તરીકે સૌથી વધુ બેવડી સદી: 6
- ભારતના ટેસ્ટ કેપ્ટન તરીકે સૌથી વધુ જીત: 40
- સતત શ્રેણીમાં બેવડી સદી: 4
- બેટિંગ રેન્કિંગમાં ભારતીય ખેલાડી દ્વારા મેળવેલા સૌથી વધુ રેટિંગ પોઈન્ટ: 937 (2018)
- ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતનાર પ્રથમ એશિયન કેપ્ટન (2018-2019)
- કેપ્ટન તરીકે સૌથી વધુ સળંગ ટેસ્ટ શ્રેણી જીત: 9
- ઓસ્ટ્રેલિયામાં ભારતીય દ્વારા સૌથી વધુ સદી: 7
ઓસ્ટ્રેલિયા સામે ફટકારી શાનદાર સદી
ગતવર્ષે નવેમ્બર મહિનામાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીનું આયોજન થયું હતું. આ મેચમાં ભારતીય ટીમનું નેતૃત્વ રોહિત શર્મા નહીં પરંતુ જસપ્રીત બુમરાહે કર્યું હતું. આ ટેસ્ટમાં વિરાહ કોહલી અને યશસ્વી જયસ્વાલે શાનદાર બેટિંગ કરી સદી ફટકારી હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલ ટેસ્ટે મેચમાં કોહલીએ સદી ફટકારતા વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. વિદેશોમાં જીતેલી મેચોમાં સૌથી વધુ સદી ફટકારનારા ભારતીય બેટ્સમેનોની યાદીમાં વિરાટ કોહલી 8 સદી સાથે ત્રીજા સ્થાને આવ્યો છે. પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં વિરાટ કોહલીએ સદી ફટકારતા ભારત દ્વારા જીતવામાં આવેલી ટેસ્ટ મેચોમાં સૌથી વધુ સદી ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં સ્થાન મેળવ્યું. ભારત માટે જીતેલી ટેસ્ટ મેચોમાં કોહલીની આ 14મી સદી હતી. ભારત દ્વારા જીતવામાં આવેલી ટેસ્ટ મેચોમાં સૌથી વધુ સદી ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં કોહલી ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. જ્યારે ભારત દ્વારા જીતવામાં આવેલી ટેસ્ટ મેચોમાં સૌથી વધુ સદી ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં, સચિન તેંડુલકર 20 સદી સાથે ટોચ પર છે, જ્યારે રાહુલ દ્રવિડ 15 સદી સાથે બીજા સ્થાને છે.
વિરાટ કોહલી આજે ટેસ્ટે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. જો કે અન્ય ફોર્મેટમાં વિરાટ કોહલી રમત ચાલુ રાખશે. અત્યારે કોહલી ભારતમાં રમાતી ઇન્ડિય પ્રીમીયર લીગ મેચમાં RCB ટીમનો હિસ્સો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવારના રોજ સીઝફાયરની ઘોષણા બાદ હવે આઈપીએલની બાકીની મેચો ફરી રમાઈ શકે તેવી સંભાવના છે.


