શ્વાનનું વર્તન અને વ્યક્તિત્વ સંપૂર્ણપણે તેના ઉછેર પર આધાર રાખે છે. જોકે, કેટલાક શ્વાનની જાતિઓ એવી છે જે માણસો અને અન્ય શ્વાન પ્રત્યેના હિંસક વર્તનને કારણે ક્રૂર અને ખતરનાક હોવાના કારણે ખરાબ ગણાય છે. જોકે, નિષ્ણાતો દાવો કરે છે કે યોગ્ય ઉછેર અને ઉત્તમ તાલીમ શ્વાનના સ્વભાવમાં રહેલી ખામીઓને દૂર કરી શકે છે. અમને આશ્ચર્ય થાય છે કે કેટલા લોકો આ લાંબી લડાઈમાંથી પસાર થશે અને આ પ્રકારના શ્વાનને પાળી શકશે. જોકે બધા શ્વાન અદ્ભુત સાથી હોય છે. જાણો આવા કેટલાક હિંમસ શ્વાન વિશે..
પીટબુલ- વિશ્વના ઘણા દેશો દ્વારા પ્રતિબંધિત, પીટબુલ વિશ્વની સૌથી ખતરનાક શ્વાનની જાતિઓમાંનુ એક છે. તેનું હિંસક વર્તન અટકાવવા માટે તેને અનેક જટિલ તાલીમોમાંથી પસાર કરવું જરૂરી છે. 1991 માં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે બાળકો પર પીટ બુલ્સ દ્વારા કરવામાં આવેલા 94 ટકા હુમલાઓ કોઈ ઉશ્કેરણી વગર કરવામાં આવ્યા હતા. પીટબુલને પાલતુ પ્રાણી તરીકે અપનાવતા પહેલા તમારે બે વાર વિચારવું પડશે.
રોટવીલર – સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) દ્વારા પૂરા પાડવામાં આવેલા ડેટા અનુસાર, 1993 અને 1996 વચ્ચે યુનાઇટેડ સ્ટેટ્સમાં શ્વાન કરડવાથી થયેલા કુલ મૃત્યુમાંથી અડધા રોટવીલર્સ હતા. આ ડેટા પરથી તેની હીંસક પ્રવૃતિઓ અંગે ખ્યાલ આવી જાય છે. રોટવીલરનો ડંખ 1,460 ન્યૂટન સુધી અસર કરી શકે છે.

જર્મન શેફર્ડ- એવા ઘણા અભ્યાસો છે જેમાં સાબિત થયુ છે કે જર્મન શેફર્ડ્સ અન્ય નાના શ્વાન પર હુમલો કરવાની વૃત્તિ ધરાવે છે અને જ્યારે તેઓ હુમલો કરે છે ત્યારે તેઓ 1,060 ન્યૂટનની શક્તિથી કરડે છે. જર્મન શેફર્ડ્સનો નિયમિત રીતે પોલીસ શ્વાન તરીકે ઉપયોગ થવાનું એક કારણ તેમની ક્રૂરતા છે.

બુલમાસ્ટિફ – બુલમાસ્ટિફના મોટા કદથી ડરવું સ્વાભાવિક છે. આખરે, તેઓ 130 પાઉન્ડ સુધી પહોંચી શકે છે. એટલા માટે બુલમાસ્ટિફને તેની આજ્ઞાપાલન માટે સારી રીતે તાલીમ આપવી હિતાવહ છે. આ જાતિનો ઉપયોગ તેમના સ્વભાવગત વર્તનને કારણે સામાન્ય રીતે ગાર્ડ શ્વાન તરીકે થાય છે. તેથી, જો તમારે તમારા ઘર અને સલામત જગ્યાને સુરક્ષિત રાખવાની જરૂર હોય, તો તમારે બુલમાસ્ટિફ રાખવાનું વિચારવું જોઈએ.

કેન કોર્સો – કેન કોર્સો એક કામ કરતો શ્વાન છે જેનું વજન 120 પાઉન્ડ સુધી થઈ શકે છે! તેનો મૂળ ઉછેર ઇટાલીમાં શિકાર અને મિલકતની રક્ષા જેવા હેતુઓ માટે કરવામાં આવ્યો હતો. તેથી, આ જાતિના શ્વાન પાળવા માટે તમારી પાસે મોટી વાડવાળી જગ્યા હોવી જોઈએ. નહિંતર, તમારે તમારા સપનાઓને અલવિદા કહેવું જોઈએ. તેઓ સામાન્ય રીતે 12 વર્ષ સુધી જીવી શકે છે.

બોઅર બોલે –દક્ષિણ આફ્રિકાની એક વિશાળ, માસ્ટિફ શ્વાનની જાતિ, મૂળ ઘરો અને ખેતરોની રક્ષા માટે ઉછેરવામાં આવે છે. તેઓ શિકારીઓ સામે રક્ષણની હરોળમાં વિશ્વસનીય બન્યા અને ઘણી વાર ઘાયલ શિકારને શોધવા અને પકડવામાં મદદ કરતા. આ ખાસ જાતિ તેમના પરિવારો પ્રત્યે વફાદાર અને રક્ષક હોવાની લાક્ષણિકતા ધરાવે છે.



