ભારત અને પાકિસ્તાન વચ્ચે મે મહિનાના આરંભમાં તંગદિલીભર્યું વાતાવરણ સર્જાયું હતું.પહલગામ હુમલા બાદ ભારતના ઓપરેશન સિંદૂરે આતંકવાદીઓને આશ્રય આપનારા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. જેના બાદ પાકિસ્તાન તરફથી ભારતના સરહદી વિસ્તારોમાં હુમલાઓ વધ્યા હતા. દરમિયાન ભારતની સંરક્ષણ પ્રણાલીએ તમામ હુમલા નિષ્ફળ બનાવી પાકિસ્તાનમાં ઘૂસીને તબાહીનું તાંડવ મચાવ્યું હતું. ભારતની કડક કાર્યવાહીથી પાકિસ્તાન ઘૂંટણિયે આવ્યું અને યુદ્ધ વિરામની કાકલૂદી કરવા લાગ્યું. પાકિસ્તાનની આજીજી બાદ ભારત પણ યુદ્ધ વિરામ મામલે સંમત થતા અત્યારે બંને દેશો વચ્ચે સ્થિતિ સામાન્ય બની છે. ભારતના આ નિર્ણયની અસર યુક્રેન અને રશિયા પર જોવા મળી.
રશિયા શાંતિ વાટાઘાટો પ્રત્યે ગંભીર નથી
રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી ચાલતા યુદ્ધ અને એકબીજા પર હુમલાના કારણે બંને દેશો અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. રશિયા અને યુક્રેન બંને દેશો હવે શાંતિ ઇચ્છે છે તેવી અટકળો વહેતી થઈ છે. અને એટલે જ યુક્રેન સાથે યુદ્ધ વિરામની સંભાવનાને લઈને રશિયન પ્રતિનિધિ મંડળ તુર્કીના ઇસ્તંબુલ શહેરમાં વાટાઘાટો કરવા પંહોચ્યું છે. રશિયન પ્રતિનિધિ મંડળમાં અત્યારે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સામેલ નથી. જ્યારે યુક્રેન તરફથી તુર્કિયે પંહોચેલ પ્રતિનિધિમંડળમાં રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સહિત અન્ય વરિષ્ઠ સરકારી વ્યક્તિઓ સામેલ છે. પુતિનની ગેરહાજરીના કારણે સંભવત રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ વાટાઘાટમાં કોઈ નિર્ણય ના થઈ શકે પરંતુ હા યુદ્ધ વિરામનો પ્રયાસ જરૂરી થઈ શકે તેવું વર્તુળોમાં ચર્ચા છે. જો કે રશિયાના પ્રતિનિધિમંડળમાં પુતિનની ગેરહાજરીની પશ્ચિમી રાજદ્વારીઓએ ટીકા કરતાં કહ્યું કે રશિયા શાંતિ વાટાઘાટો પ્રત્યે ગંભીર નથી.
ત્રણ વર્ષ બાદ યુદ્ધ વિરામની સંભાવના
તુર્કિયેમાં રશિયન પ્રતિનિધિ મંડળમાં સામેલ પ્રવક્તાએ પશ્ચિમી રાજદ્વારીઓની ટિપ્પણી પર નિવેદન આપતા કહ્યું કે રશિયા યુદ્ધ વિરામ મામલે ગંભીર છે અને એટલે જ તેઓ અત્યારે આ સ્તરે પ્રયાસ કરવા આગળ આવ્યા છે. પુતિનના સાથી વ્લાદિમીર મેડિન્સ્કી રશિયન પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે,જેમાં ત્રણ અન્ય વરિષ્ઠ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. અઠવાડિયાની શરૂઆતમાં યુક્રેના રાષ્ટ્રપતિએ ઝેલેન્સકીએ પુતિનને તુર્કીમાં રૂબરૂ મળવા પડકાર ફેંક્યો હતો. જેના બાદ તુર્કીયેમાં રશિયા અને યુક્રેનનું પ્રતિનિધમંડળ પંહોચ્યું છે. જો કે યુક્રેનના રાષ્ટ્રપતિના સલાહકાર મિખાઇલ પોડોલ્યાકે દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ઝેલેન્સકી ફક્ત પુતિન સાથે જ મુલાકાત કરશે. ઝેલેન્સ્કી એર્દોગનને મળશે ત્યાર બાદ જ આગળની કાર્યવાહી યોજના સ્પષ્ટ થશે. હવે, ત્રણ વર્ષ પછી, આખરે તકની બારી ખુલી છે,” તુર્કીના વિદેશ પ્રધાન હકાન ફિદાને અંકારામાં એક અલગ નાટો બેઠક દરમિયાન જણાવ્યું હતું. તેમણે આ વાટાઘાટોને એક વધુ સારું પગલું ગણાવ્યું.


