આજે દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ ગુજરાત ટાઈટન્સ IPL 2025 ની 60મી મેચ રમાશે. બંને ટીમો દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે સાંજે 7.30 વાગ્યે ટકરાશે. DC Vs GT વર્તમાન સિઝનમાં બીજી વખત એકબીજાનો સામનો કરશે. છેલ્લી મેચમાં ગુજરાતે દિલ્હીને 7 વિકેટે હરાવ્યું હતું. શુભમન ગિલના નેતૃત્વ હેઠળની જીટી, દિલ્હીને હરાવીને પ્લેઓફ ટિકિટ બુક કરવા પર નજર રાખશે. ગુજરાતે અત્યાર સુધીમાં 11 મેચમાંથી 8 મેચ જીતીને 16 પોઈન્ટ મેળવ્યા છે અને પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. અક્ષર પટેલના નેતૃત્વ હેઠળ ડીસી પાંચમા સ્થાને છે. તેને 11 માંથી 6 મેચ જીતી છે અને તેના ખાતામાં 13 પોઈન્ટ છે. અક્ષર બ્રિગેડ ફક્ત ઘરઆંગણે જીટી સામે બદલો લેવાનો પ્રયાસ કરશે નહીં, પરંતુ પ્લેઓફમાં પણ પોતાની સ્થિતિ મજબૂત કરવાનો પ્રયાસ કરશે.


