હર્ષલ પટેલ IPLના ઈતિહાસમાં સૌથી ઝડપી 150 વિકેટ પૂર્ણ કરનાર બોલર બની ગયો છે. આ બાબતમાં તેને દિગ્ગજ બોલર લસિથ મલિંગાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. હર્ષલ પટેલે 114 મેચમાં આ સિદ્ધિ મેળવી છે.
લસિથ મલિંગાએ માત્ર 105 મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. પરંતુ બોલના મામલે હર્ષલ પટેલે મલિંગાને પાછળ છોડી દીધો છે. તેને લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં એડન માર્કરામને આઉટ કરીને આ રેકોર્ડ બનાવ્યો.
હર્ષલ પટેલે સૌથી ઓછા બોલમાં 150 આઈપીએલ વિકેટ પૂર્ણ કરી છે. હર્ષલ પટેલે 2381 બોલમાં 150 વિકેટ પૂર્ણ કરી છે, જ્યારે લસિથ મલિંગાએ 2444 બોલમાં એટલી જ વિકેટ પૂર્ણ કરી છે. આ લિસ્ટમાં યુઝવેન્દ્ર ચહલનું નામ પણ સામેલ છે, જેને 2543 બોલ ફેંકીને 150 વિકેટ પૂર્ણ કરી હતી.
હર્ષલ પટેલે મલિંગાને છોડ્યો પાછળ
હર્ષલ પટેલ – 2381 બોલ
લસિથ મલિંગા – 2444 બોલ
યુઝવેન્દ્ર ચહલ – 2543 બોલ
ડ્વેન બ્રાવો – 2656 બોલ
જસપ્રીત બુમરાહ – 2832 બોલ
હર્ષલ પટેલે એડન માર્કરામની લીધી વિકેટ
લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં હર્ષલ પટેલ ખૂબ મોંઘો સાબિત થયો. તેને એડન માર્કરામની વિકેટ લીધી, જેને 38 બોલમાં 61 રન બનાવ્યા. આ મેચમાં પટેલે 4 ઓવરમાં 49 રન આપ્યા અને ફક્ત 1 વિકેટ લીધી. આ દરમિયાન, તેને 2 નો-બોલ ફેંક્યા અને મિચેલ માર્શનો કેચ પણ છોડી દીધો, જેને 39 બોલમાં 65 રન બનાવ્યા.
હર્ષલ પટેલે અત્યાર સુધીમાં તેની 114 મેચની આઈપીએલ કારકિર્દીમાં 150 વિકેટ લીધી છે. તેને પોતાની આખી કારકિર્દીમાં 8.82 ના ઈકોનોમી રેટથી રન આપ્યા છે.
મેચોની દ્રષ્ટિએ પાછળ છે હર્ષલ પટેલ
મેચોમાં સૌથી ઝડપી 150 વિકેટ પૂર્ણ કરવાના મામલે હર્ષલ પટેલ લસિથ મલિંગાથી પાછળ છે. તેને 114 મેચમાં આ સિદ્ધિ મેળવી છે, જ્યારે મલિંગાએ 105 મેચમાં આ સિદ્ધિ મેળવી છે. યુઝવેન્દ્ર ચહલે 118 મેચમાં 150 વિકેટ પૂર્ણ કરી હતી.


