ઇન્ડિયન પ્રીમિયર લીગ સીઝન 18 (IPL 2025) હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. પ્લેઓફમાં રમનારી ચાર ટીમોની પુષ્ટિ થઈ ગઈ છે. મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફમાં જગ્યા બનાવનારી ચોથી ટીમ બની, આ પહેલા ગુજરાત ટાઇટન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ પ્લેઓફમાં જગ્યા બનાવી ચૂક્યા છે. 4 ટીમોમાંથી 2 ટીમો (RCB, PBKS) એવી છે જે પોતાના પહેલા ટાઇટલની શોધમાં છે. અહીં અમે તમને જણાવી રહ્યા છીએ કે IPL ટાઇટલ જીતનાર ટીમને કેટલા પૈસા મળશે. રનર-અપ અને અન્ય 2 ટીમો માટે ઇનામની રકમ પણ અહીં આપવામાં આવી છે.
મુંબઈ ઈન્ડિયન્સે અત્યાર સુધીમાં 5 આઈપીએલ ટાઇટલ જીત્યા છે, ગુજરાત ટાઇટન્સે પણ એક વખત આઈપીએલ ટ્રોફી જીતી છે. પરંતુ આરસીબી અને પંજાબ કિંગ્સ પહેલી સીઝનથી રમી રહ્યા છે પરંતુ ટાઇટલથી દૂર છે. આ વખતે બંને ટીમો મજબૂત દેખાઈ રહી છે. IPL પ્લેઓફ મેચોની વાત કરીએ તો, તે 29 મેથી શરૂ થશે, ફાઇનલ મેચ 3 જૂને રમાશે.
IPL 2025 પ્લેઓફ મેચોનું ટાઈમ ટેબલ, ફોર્મેટ
અગાઉ IPL પ્લેઓફ મેચ કોલકાતા અને હૈદરાબાદમાં યોજાવાની હતી. IPL મુલતવી રાખ્યા પછી, 25મી તારીખે યોજાનારી ફાઇનલ મેચ 3 જૂને ફરીથી શેડ્યૂલ કરવામાં આવી હતી, જેનું સ્થળ પણ બદલવામાં આવ્યું હતું. હવે ફાઇનલ અને ક્વોલિફાયર 2 કોલકાતાને બદલે અમદાવાદમાં યોજાશે, જ્યારે ક્વોલિફાયર 1 અને એલિમિનેટર મેચ મોહાલીમાં રમાશે.
ક્વોલિફાયર 1, 29 મે: પોઈન્ટ ટેબલમાં ટોચની 2 ટીમો વચ્ચે, (નવું પીસીએ સ્ટેડિયમ, મોહાલી)
એલિમિનેટર, 30 મે: પોઈન્ટ ટેબલમાં ત્રીજા અને ચોથા ક્રમે રહેલી ટીમો વચ્ચે (નવું પીસીએ સ્ટેડિયમ, મોહાલી)
ક્વોલિફાયર 2, જૂન 1: ક્વોલિફાયર 1 માં હારનાર અને એલિમિનેટર વિજેતા (નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ)
ફાઇનલ, 3 જૂન: ક્વોલિફાયર 1 અને ક્વોલિફાયર 2 વિજેતા ટીમો વચ્ચે (નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ)
IPL 2025 જીતનાર ટીમને કેટલી ઈનામી રકમ મળશે?
IPL 2025 જીતનાર ટીમને 20 કરોડ રૂપિયા મળશે.
IPL પ્લેઓફમાં પહોંચનારી ટીમો માટે ઈનામની રકમ
રનર-અપ – 12.5 કરોડ રૂપિયા
ત્રીજા સ્થાનની ટીમ – 7 કરોડ રૂપિયા
ચોથી નંબરની ટીમ – 6.5 કરોડ રૂપિયા


