IPL 2025ની 64મી મેચ ગુરુવારે ગુજરાત ટાઈટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાશે. ગુજરાત સૌથી વધુ 9 જીત સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે અને લખનૌ સુપર જાયન્ટ્સ સામે ટકરાશે ત્યારે ટોપના સ્થાન પર પોતાની પકડ મજબૂત કરવાનો પ્રયાસ કરશે. લખનૌ પહેલાથી જ ક્વોલિફિકેશન રેસમાંથી બહાર થઈ ગયું છે.


