ઈન્ડિયન પ્રીમિયર લીગનો લીગ તબક્કો હવે પૂરો થવા જઈ રહ્યો છે. રવિવાર 25 મે ના રોજ ટુર્નામેન્ટમાં રોમાંચક ડબલ હેડર મેચ રમાશે. પહેલી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બપોરે 3.30 વાગ્યે રમાશે. આ મેચમાં ગુજરાત ટાઈટન્સનો મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થશે. જ્યારે CSK પોતાનું સન્માન બચાવવા માટે રમશે, ત્યારે ગુજરાત ટાઈટન્સ આ મેચ જીતીને ક્વોલિફાયર 1 માટે પોતાની સ્થિતિ મજબૂત કરવા માગશે.


