IPL 2025માં, હાલમાં મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. મેચમાં પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે બોલિંગ કરવાનો નિર્ણય લીધો. આ પછી, સૂર્યકુમાર યાદવની અડધી સદીની મદદથી મુંબઈએ 184 રન બનાવ્યા. સૂર્યા સિવાય હાર્દિક પંડ્યા, રિયાન રિકલ્ટન અને રોહિત શર્માએ પણ ટૂંકી પણ મહત્વપૂર્ણ ઈનિંગ્સ રમી.
હાર્દિકે T20 ક્રિકેટમાં રમી 300મી મેચ
મેચમાં પ્રવેશતાની સાથે જ મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યાએ એક ખાસ ત્રેવડી સદી પૂર્ણ કરી. આ તેની T20 ક્રિકેટમાં 300મી મેચ છે. હાર્દિક તેની ઉત્તમ બોલિંગ અને આક્રમક બેટિંગ માટે જાણીતો છે. T20 ક્રિકેટની પોતાની 300મી મેચમાં, તેને 15 બોલમાં 26 રન બનાવ્યા, જેમાં બે ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે.
T20 ક્રિકેટમાં બનાવ્યા છે 5000થી વધુ રન
હાર્દિક પંડ્યાએ અત્યાર સુધીમાં 300 T20 ક્રિકેટ મેચોમાં 5538 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, તેના બેટમાંથી 21 અડધી સદી ફટકારવામાં આવી છે. તે 10 વખત શૂન્ય પર પણ આઉટ થયો છે. જો તે પોતાની લયમાં હોય, તો તે કોઈપણ બોલિંગ આક્રમણને તોડી શકે છે.
ગુજરાત ટાઈટન્સને IPLમાં બનાવ્યું છે ચેમ્પિયન
આ સિવાય આ IPLમાં તેની 150મી મેચ પણ છે. તેને 150 આઈપીએલ મેચોમાં કુલ 2712 રન બનાવ્યા છે, જેમાં 10 અડધી સદીનો સમાવેશ થાય છે. આ સિવાય તેને પોતાની ઉત્તમ બોલિંગથી 77 વિકેટ પણ લીધી છે. તે IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ તરફથી રમી ચૂક્યો છે. તેને ગુજરાતને IPL 2022નો ખિતાબ અપાવ્યો.
પંજાબ કિંગ્સ સામેની મેચમાં રિયાન રિકલ્ટન અને રોહિત શર્માએ 45 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી. રિયાન રિકલ્ટને 27 રન, હાર્દિક પંડ્યાએ 26 રન અને રોહિત શર્માએ 24 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવે 57 રનની ઈનિંગ રમી. આ ખેલાડીઓના કારણે જ મુંબઈની ટીમ 184 રન બનાવી શકી. પંજાબ કિંગ્સ તરફથી અર્શદીપ સિંહ, માર્કો યાન્સેન અને વિજય કુમાર વૈશાકે 2-2 વિકેટ લીધી.


