ભારતમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ તેના અંતિમ તબક્કા તરફ જઈ રહી છે. ક્રિકેટ રસિયાઓમાં પણ IPL 2025ની પ્લેઓફ મેચને લઈને ઉત્સાહ જોવા મળ્યો છે. મે મહિનાની શરૂઆતમાં યુદ્ધ સ્થિતિને પગલે IPL 2025 સ્થગિત કરવામાં આવી હતી. જેના બાદ 17મેના રોજથી ઇન્ડિય પ્રીમિયર લીગનો પુનઃઆરંભ થતા બાકીની મેચ રમાઈ. દરમિયાન આજે લખનૌના એકાના સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને લખનઉ સુપર જાયન્ટસ (LSG)વચ્ચે જોરદાર જંગ જોવા મળશે.
RCB અને LSG વચ્ચે મુકાબલો
IPL 2025ની આજની મેચ વધુ નિર્ણાયત્મક બનવાની છે. આજે IPL 2025ની અંતિમ લીગ મેચ લખનૌના અટલ બિહારી વાજપેયી એકાના સ્ટેડિયમમાં રમાશે. ક્રિકેટ રસિયાઓ RCB અને LSGના મુકાબલાને લઈને વધુ ઉત્સાહિત છે. લખનઉ સુપર જાયન્ટસ પ્લેઓફમાંથી બહાર થઈ ગયું છે છતાં પોતાની જીતનો આંકડો મેળવવા આરસીબી (RCB)ને ટક્કર આપવા પ્રયાસ કરશે. ત્યારે RCB માટે આ મેચ વધુ મહત્વની છે કારણ કે જો RCB આ મેચમાં જીત હાસિલ કરે તો તે IPL 2025ના પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાન પર પંહોચી જશે.
એકાના સ્ટેડિયમની પીચ કોને આપશે સાથ
એકાના સ્ટેડિયમમાં આજે સાંજે 7:30 વાગ્યે મેચની શરૂઆત ટોસ સાથે થશે. એકાના સ્ટેડિયમની પીચની વાત કરીએ તો ફાસ્ટ બોલરો માટે વધુ સારી છે, આ પીચ પર બોલ જોરદાર રીતે ટર્ન થાય છે એટલે બેટસમેનને એલબી આઉટ તેમજ બોલ્ડ આઉટ કરવામાં વધુ સરળતા રહે છે. આ સ્ટેડિયમની પીચ કાળી માટીની હોવાના કારણે બેટસમેન સ્પિનરોના બોલ પર ચોગ્ગા-છગ્ગા ફટકારત જોવા મળ્યા છે. જો કે હાલમાં આ પીચ પર થોડા ફેરફાર કરવામાં આવ્યા છે. જેના કારણે બેટ્સમેન માટે પણ વધુ અનુકૂળ બન્યું છે, અને અહીં મોટા સ્કોર પણ જોવા મળ્યા છે. કઈ ટીમ ટોસ જીતે છે તેના પર બધો દારોમદાર રહેશે.
IPL 2025
જણાવી દઈએ કે IPL 2025માં એક સમયે ટોચમાં પહોંચેલ ગુજરાત ટાઈટન્સ છેલ્લી બે મેચથી હાર મેળવતા આજે આરસીબી પ્રથમ બેમાં સ્થાન મેળવવા જોરદાર લડત આપી શકે છે. IPL 2025ના પોઈન્ટ ટેબલમાં ગુજરાત (18પોઈન્ટ) પંજાબ કિંગ્સ (19 પોઈન્ટ) અને મુંબઈ ઈન્ડિયન્સ (16 પોઈન્ટ)ના સ્થાન પર છે.
લખનૌના પ્લેઇંગ ઇલેવન: મિશેલ માર્શ, એડન માર્કરામ, નિકોલસ પૂરન, ઋષભ પંત, આયુષ બદોની, અબ્દુલ સમદ, હિંમત સિંહ, શાહબાઝ અહેમદ, અવેશ ખાન, દિગ્વેશ રાઠી, આકાશ સિંહ.
આરસીબી પ્લેઇંગ ઇલેવન: ફિલ સોલ્ટ, વિરાટ કોહલી, મયંક અગ્રવાલ, જીતેશ શર્મા, ટિમ ડેવિડ, રોમારીયો શેફર્ડ, ક્રુણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, યશ દયાલ, જોશ હેઝલવુડ, સુયશ શર્મા.


