ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે ‘ઓપરેશન સિંદૂર’ હાથ ધર્યુ હતુ. જેમાં ભારતે દુશ્મન દેશની સ્થિતિ ખરાબ કરી હતી. અને આતંકીઓના ઠેકાણા ધ્વસ્ત કર્યા હતા. તો સાથે જ 100થી વધુ આતંકીઓ ઠાર માર્યા હતા. હવે આ ‘ઓપરેશન સિંદૂર’માં જે અધિકારીઓ અને જવાનો સામેલ હતા. તેઓને કેન્દ્ર સરકાર સન્માન આપશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 3 જૂને રમાનાર IPLની ફાઇનલ મેચમાં આ સન્માન અપાશે. જેના માટે સેનાના ત્રણેય પ્રમુખોનું સન્માન કરવામાં આવશે. અને સાથે જ ‘ઓપરેશન સિંદૂર’ના વીર જવાનોને સલામી આપવામાં આવશે.
આ મેટર અપડેટ થઇ રહી છે.


