મુંબઈ ઈન્ડિયન્સ ભલે પાંચ વખત આઈપીએલ ચેમ્પિયન હોય, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે મુંબઈ ઈન્ડિયન્સ હજુ સુધી એલિમિનેટર 2 ફાઇનલમાં સ્થાન મેળવી શક્યું નથી. IPLમાં એલિમિનેટર જીત્યા પછી મુંબઈની ટીમ પણ ક્યારેય ક્વોલિફાયર 2 મેચ જીતી શકી નથી. મુંબઈ ઈન્ડિયન્સના IPL 2025 ના આંકડા જાણીને લાગશે નવાઈ.મુંબઈ ઈન્ડિયન્સ આ સિઝનમાં પ્લેઓફમાં રહેલી ત્રણ ટીમો સામે એક પણ મેચ જીતી શક્યું નથી.
મુંબઈ ઈન્ડિયન્સ રમશે એલિમિનેટર
સોમવારે રાત્રે 26 મે એ મુંબઈ ઈન્ડિયન્સએ પંજાબ કિંગ્સ સામે હારી ગયું. અને પંજાબની ટીમ પોઈન્ટ ટેબલમાં જીત સાથે ટોપ 2માં પહોંચી ગઈ છ, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ લીગ તબક્કામાં ચોથા સ્થાને રહેશે.તેમને એલિમિનેટર મેચ રમવી પડશે.
તમને જાણીને નવાઈ લાગશે કે એલિમિનેટર મેચ જીત્યા પછી પણ મુંબઈ ઇન્ડિયન્સ હજુ સુધી IPLમાં ટાઇટલ જીતી શક્યું નથી. ટીમે જીતેલા તમામ 5 ટાઇટલમાં ટોપ 2 માં રહી છે. ટીમ 6 વખત ટોપ 2 માં રહી હતી અને તેમાંથી, ટીમે પાંચ વખત ટાઇટલ જીત્યું હતું. ટીમે ચાર વખત એલિમિનેટર રમ્યું, જેમાંથી તે બે વાર હારી ગઈ અને બે વાર ટીમ ક્વોલિફાયર 2 માં હારી ગઈ.
ટીમ હવે બહાર થવાના આરે છે
મુંબઈ ઈન્ડિયન્સ અત્યાર સુધીમાં ચાર વખત એલિમિનેટર મેચ રમી ચૂકી છે અને ચારેય વખત ટીમ ફાઇનલમાં પહોંચવામાં નિષ્ફળ રહી છે. તેનાથી પણ વધુ આશ્ચર્યજનક વાત એ છે કે મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફમાં પંજાબ કિંગ્સ, ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો સામનો કરશે.
આમાંથી, મુંબઈએ એલિમિનેટર મેચમાં ગુજરાત અથવા આરસીબીનો સામનો કરવો પડશે અને જો મુંબઈ એલિમિનેટર જીતે છે, તો તેને ક્વોલિફાયર 2 માં કોઈ અન્ય ટીમનો સામનો કરવો પડશે અને તમને એ જાણીને આઘાત લાગશે કે મુંબઈ ઈન્ડિયન્સ આ સિઝનમાં આ ટીમો સામે એક પણ મેચ જીતી શક્યું નથી. મુંબઈએ આ ત્રણેય ટીમો સામે કુલ ચાર મેચ રમી છે અને ચારેય મેચ હારી ગયું છે. ટીમ હવે બહાર થવાના ખતરાનો સામનો કરી રહી છે.


