વૈભવ સૂર્યવંશીના નામે એક જબરદસ્ત રેકોર્ડ નોંધાયો છે.IPL 2025માં પોતાની તોફાની બેટિંગના જવાબથી એક કે બે નહીં પરંતુ વિશ્વભરના 58 બેટ્સમેનોમાં વૈભવ સૂર્યવંશીએ પોતાની એક આગવી છાપ છોડીને નવો કીર્તિમાન પોતાના નામે કર્યો છે.
IPLમાં વૈભવ સૂર્યવંશી ચમક્યો
સૌ પ્રથમતો આપને એ જણાવી દઈએ કે જે 58 બેટ્સમેનોની વાત અહિયાં થઈ રહી છે એ છે એ તમામ બેટ્સમેનોએ IPLમાં ખૂબ ધૂમ મચાવી છે. આ એ બેટ્સમેનોની સંખ્યા છે કે જેમણે IPLમાં અત્યાર સુધી શાનદાર સદી ફટકારી છે. અને, IPLમાં સદી ફટકારનારા તમામ બેટ્સમેનોમાં વૈભવ સૂર્યવંશી એક બાબત પર નંબર વન છે.
આ બાબતમાં વૈભવ સૂર્યવંશી નંબર 1 પર
વૈભવ સૂર્યવંશી ના નામે જે નંબર 1 નો ખિતાબ આવ્યો છે એનું કારણ તેની સદીમાં હાજર બાઉન્ડ્રી સંખ્યા છે.આ વર્ષે IPL 2025 માં આ 14 વર્ષીય આ ડાબોડી બેટ્સમેને ગુજરાત ટાઇટન્સ સામે માત્ર 35 બોલમાં શાનદાર સદી ફટકારી હતી. વૈભવ સૂર્યવંશીએ ગુજરાત ટાઇટન્સ સામે ફટકારેલ આ સદીમાં 7 ચોગ્ગા અને 11 છગ્ગાનો સમાવેશ થાય છે. મતલબ કે, તેણે પોતાની સદીમાં ફક્ત બાઉન્ડ્રી ફટકારીને 94 રન બનાવી નાખ્યા હતા.
વૈભવ સૂર્યવંશીએ યશસ્વી જયસ્વાલનો રેકોર્ડ તોડ્યો
ગુજરાત ટાઇટન્સ સામે વૈભવ સૂર્યવંશીએ તેની સદી દરમિયાન તેના 93 ટકા રન માત્ર ચોગ્ગા અને છગ્ગા ફટકારીને બનાવ્યા હતા, જે બાબત સ્વયંમાં એક રેકોર્ડ કહેવાય છે. વૈભવ સૂર્યવંશીએ આ રેકોર્ડની બાબતમાં પોતાનાજ સાથી ઓપનિંગ પાર્ટનર યશસ્વી જયસ્વાલનો રેકોર્ડ તોડી નાખ્યો છે.2 વર્ષ પહેલા એટલી કે IPL 2023 માં યશસ્વી જયસ્વાલે મુંબઈ ઇન્ડિયન્સ સામે સદી ફટકારી હતી અને આ સદીમાં તેના 90 ટકા રન બાઉન્ડ્રીથી બન્યા હતા.
આ ખેલાડીઓને પણ પાછળ રાખ્યા
યશસ્વી જયસ્વાલને પાછળ રાખ્યા પછી આ યાદીમાં શ્રીલંકાના સ્ફોટક ઓપનર સનથ જયસૂર્યા ત્રીજા નંબર પર છે. જયસૂર્યાએ IPL 2008 માં ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની ફટકારેલ સદીમાં બાઉન્ડ્રીથી 89 ટકા રન પોતાના નામે કર્યા હતા. જ્યારે તેજ વર્ષે IPL સિઝનમાં ઓસ્ટ્રેલિયન ખેલાડી એડમ ગિલક્રિસ્ટે મુંબઈ ઇન્ડિયન્સ સામે સદી ફટકારી હતી,આ સદીમાં તેના 88 ટકા રન બાઉન્ડ્રીથી બનાવ્યા હતા.


