IPL 2025 તેના અંતિમ ચરણ તરફ ડગલાં માંડી રહી છે ક્વોલિફાયર 1 માં જીતનાર ટીમ હવે સીધી ફાઇનલમાં જશે. ગઇકાલની મેચમાં સફળતા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ વચ્ચે 28 મેના રોજ મુલ્લાનપુરમાં છે મેચ રમાશે.
IPL 2025 માં ગ્રુપ સ્ટેજ વચ્ચેની તમામ મેચો હવે પૂરી થઈ ચૂકી છે. હવે પ્લેઓફ મેચોનો વારો છે, જે ક્વોલિફાયર 1 થી શરૂ થશે . હાલ IPL 2025 નો ક્વોલિફાયર 1 રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે અને એનું કારણ એ છે કે આ બંને ટીમો હાલ પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાન પર છે. ક્વોલિફાયર 1 જીતનારી ટીમ સીધી ફાઇનલમાં જશે. પહેલી નજરે, RCB ફાઇનલમાં પહોંચશે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે કારણ કે 38 દિવસ જૂના ઘાને કારણે પંજાબ કિંગ્સનું સ્વપ્ન તૂટતું લાગી રહ્યું છે.
પંજાબ કિંગ્સનો 38 દિવસ જૂનો ઘા
તમને વિચારતા હશો કે પંજાબ કિંગ્સને 38 દિવસ પહેલા એવા કયા જૂના ઘા વાગ્યા હશે? તો વાતના મૂળ 20 એપ્રિલ 2025 સાથે જોડાયેલા છે. મુલ્લાનપુરના તે જ મેદાન પર જ્યાં પંજાબ અને બેંગ્લોર વચ્ચે IPL 2025ની ક્વોલિફાયર 1 રમાવા જઈ રહી છે ત્યાં 20 એપ્રિલ 2025 ના રોજ મેચ રમાઈ હતી અને, તે મેચમાં RCB એ પંજાબ કિંગ્સને 7 વિકેટથી હરાવીને ઘાયલ કરી નાખ્યું હતું.
મુલ્લાનપુર પીબીકેએસનું ઘર છે પણ રેકોર્ડ અસ્થિર છે
જોવા જઈએ તો ટી20 ક્રિકેટમાં 7 વિકેટથી હારવું એ એક મોટી વાત છે. ત્યારે હાલ ક્વોલિફાયર 1 માં પંજાબ કિંગ્સ પાસે RCB સામે વ્યાજ સહિત હિસાબ લેવાની એક તક છે. પરંતુ આવું થવાની શક્યતા હાલ પૂરતી થોડી ઓછી લાગી રહી છે અને જેનું કારણ એછે કે મુલ્લાનપુરમાં પંજાબ કિંગ્સનું પ્રદર્શન થોડું અસ્થિર રહ્યું છે. પંજાબ કિંગ્સે મુલ્લાનપુરમાં 2 જીત અને 2 હારનો સામનો કરવો પડ્યો છે. મતલબ કે મામલો 50-50નો છે.
RCB ફાઇનલમાં પહોંચશે તે નિશ્ચિત છે!
ત્યારે ફરી એકવાર RCB પૂરી તાકાત સાથે મુલ્લાનપુરમાં પંજાબ કિંગ્સની એ જ નબળાઈનો ફાયદો ઉઠાવી શકે છે. બેંગ્લોરની ટીમ 38 દિવસ પહેલાની જેમ તેમના પર ઘા કરવાના પૂરા પ્રયત્નો કરીને સફળતા મેળવી શકે છે. અને, જો RCB પોતાનું લક્ષ્ય પર કરશે તો તેમની ફાઇનલ ટિકિટ કન્ફર્મ થઈ જશે.


