IPL 2025 ની ક્વોલિફાયર-2 મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાવા જઈ રહી છે ત્યારે પૂરી તૈયારી સાથે મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ મેદાનમાં ઉતરશે. આ મેચ બંને ટીમ માટે ખુબજ મહત્વની રહેશે કેમકે મેચ જીતનાર ટીમ ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે મેચ રમશે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્વોલિફાયર-2
IPL 2025ની ક્વોલિફાયર-2 મેચ 1 જૂનના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. ક્રિકેટના ચાહકો માટે આ મેચ કોઈ ઉત્સવથી સેજ પણ ઓછી નથી કેમકે આજ મેચ નક્કી કરશે કે ફાઇનલમાં કોણ જશે અને કોણ ટ્રોફીનો હકદાર બનશે. આ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે થશે. ફાઇનલમાં પહોંચવા માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે અને એટલા માટે હાલ તમામ ક્રિકેટ પ્રેમીઓની નજર 1 જૂનના દિવસ પર ટકેલી છે. પરંતુ જો આ ક્વોલિફાયર-2 મેચ વરસાદ કે અન્ય કોઈ કારણોસર રદ્દ થાય છે, તો કઈ ટીમ ફાઇનલમાં રમશે? ચાલો જાણીએ આ નિયમ.
જો મેચ રદ્દ થાય તો ફાઇનલ કોણ રમશે?
IPLના નિયમો અનુસાર, જો ક્વોલિફાયર-2 મેચ વરસાદ કે અન્ય કોઈ કારણોસર રદ્દ થાય છે અને રિઝર્વ ડે પર પણ કોઈ કારણોસર જો મેચ રમવુ શક્ય નથી બનતું , તો લીગ સ્ટેજમાં સૌથી સારી રેન્કિંગ ધરાવતી ટીમને ફાઇનલમાં પ્રવેશ મળી જશે . પોઇન્ટ્સ ટેબલ અનુસાર પંજાબ કિંગ્સ, જે લીગ સ્ટેજમાં 21 પોઈન્ટ અને વધુ સારા નેટ રન રેટ (+0.376) સાથે પ્રથમ સ્થાને છે જેથી વરસાદ કે અન્ય કોઈ કારણોસર જો મેચ રદ્દ થાય છે, તો આનો અર્થ એ થયો કે પંજાબ કિંગ્સ ફાઇનલમાં RCB સામે રમશે.
કોઈપણ ભોગે પરિણામ મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે
પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાનારી આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે. મેનેજમેન્ટ નો પ્રયત્ન એજ રહેશે કે કોઈ પણ ભોગે મેચનું પરિણામ આવે ,અને આજ કારણથી રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે. જો મેચના દિવસે રમત પૂરી નથી થતી તો ક્રિકેટ રસિયાઓ માટે બીજા દિવસે પણ મેચ રમાશે. રિઝર્વ ડે પર, મેચ જ્યાંથી બંધ થઈ હતી ત્યાંથી શરૂ થશે. જોકે, મેચનું પરિણામ મેળવવા માટે, ઓછામાં ઓછી 5-5 ઓવર રમવી જરૂરી છે.


