ટીમ ઈન્ડિયાનો સ્ટાર બોલર યુઝવેન્દ્ર ચહલ ઈજાના કારણે આઈપીએલ 2025 ની છેલ્લી કેટલીક મેચ રમી શક્યો ન હતો. પરંતુ આજકાલ, તે તેના અંગત જીવનને લઈને ખૂબ જ ચર્ચામાં છે. ધનશ્રી વર્માથી અલગ થયા બાદ તેનું નામ આરજે માહવાશ સાથે જોડાઈ રહ્યું છે.
આરજે માહવાશ અને ચહલ ઘણી વખત જાહેરમાં સાથે જોવા મળ્યા છે અને એવા અહેવાલો છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. IPL 2025 માં ચહલને સર્પોટ કરવા માટે આરજે માહવાશ લગભગ દરેક મેચમાં સ્ટેડિયમ પહોંચી રહ્યો છે. આ દરમિયાન, તેણે ક્રિપ્ટિક પોસ્ટ સોશિયલ મીડિયા શેર કરી છે, જેણે બધાનું ધ્યાન ખેંચ્યું છે.
<a href="
==” target=”_blank”>
==
ચહલની કથિત ગર્લફ્રેન્ડે શેર કરી એક ક્રિપ્ટિક પોસ્ટ
IPL 2025 ક્વોલિફાયર 1 મેચમાં પંજાબ કિંગ્સને સપોર્ટ કરવા માટે આરજે માહવાશ ચંદીગઢ સ્ટેડિયમમાં જોવા મળી હતી. પરંતુ આ મેચમાં પંજાબની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ પછી તેણે એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી. આ સાથે, તેણે ફાઇનલ મેચને લઈને એક મોટી ભવિષ્યવાણી પણ કરી હતી.
તેણે ઇન્સ્ટાગ્રામ પર ભવિષ્યવાણી કરી હતી કે યુઝવેન્દ્ર ચહલની ટીમ ફાઇનલમાં રમશે. તેણે સ્ટેડિયમના કેટલાક ફોટા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા અને લખ્યું, ‘ ભવિષ્યવાણી: ફાઇનલ મેચ RCB vs PBKS હશે!’ જોકે, બધાનું ધ્યાન એ તરફ ગયું કે તેણે પોતાની પોસ્ટ પર કોમેન્ટ સેક્શન બંધ કરી દીધું.
આરજે માહવાશે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતાનો એક ફોટો શેર કર્યો અને એક કેપ્શન લખ્યું. તેણે લખ્યું, ‘સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે તમે જાણો છો કે તમે ક્યારેય કોઈનું ખોટું કર્યું નથી.’ તમારા ઇરાદા હંમેશા સારા રહ્યા છે અને તમને યાદ છે કે તમારે એક દિવસ ભગવાન પાસે જવાનું છે. તમારી નૈતિકતા પ્રમાણે જીવો. બીજા બધા જે કંઈ કહે છે તે ફક્ત ઘોંઘાટ છે તેથી તેને જતું કરો.
IPL 2025 માં ચહલનું પ્રદર્શન
યુઝવેન્દ્ર ચહલે આ સિઝનમાં અત્યાર સુધીમાં 12 મેચ રમી છે. તેણે 14 વિકેટ લીધી છે. પરંતુ તેનો ઇકોનોમી રેટ 9.56 રહ્યો છે, જે આઈપીએલની કોઈપણ સીઝનમાં તેનો સૌથી ખરાબ ઇકોનોમી રેટ છે. આ સિઝન પહેલા ચહલને પંજાબે 18 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પણ આ વખતે તે કંઈ ખાસ કરી શક્યો નહીં.


