30 મેના રોજ, હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સે IPL 2025ના એલિમિનેટર મેચમાં શુભમન ગિલની આગેવાની હેઠળની ગુજરાત ટાઈટન્સને 20 રનથી હરાવીને ક્વોલિફાયર-2 માટે ટિકિટ બુક કરાવી.
આ મેચમાં હાર્દિક પંડ્યા અને શુભમન ગિલે ટોસ પછી એકબીજા સાથે હાથ મિલાવ્યા ન હતા. જે પછી ચર્ચાઓ તેજ થઈ ગઈ કે બંને વચ્ચે કંઈક બરાબર નથી. પરંતુ હવે ગુજરાત ટાઈટન્સના કેપ્ટને સોશિયલ મીડિયા પર બધું સ્પષ્ટ કર્યું છે.
શુભમન ગિલે તોડ્યું પોતાનું મૌન
ટોસ પછી શુભમન ગિલ અને હાર્દિક પંડ્યાએ એકબીજા સાથે હાથ મિલાવ્યા ન હતા. આ પછી, જ્યારે શુભમન ગિલ આઉટ થયો, ત્યારે હાર્દિક પંડ્યા તેની પાસે ગયો અને સેલિબ્રેશન કર્યું. પછી એવું લાગ્યું કે બંને વચ્ચે કંઈક બરાબર નથી. સોશિયલ મીડિયા પર ચર્ચાઓ થવા લાગી કે ગિલ અને પંડ્યા વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે.
31 મેના રોજ શુભમન ગિલે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી એક સ્ટોરી શેર કરી, જેમાં તેને હાર્દિકનો ઉલ્લેખ કર્યો અને લખ્યું કે અમારી વચ્ચે પ્રેમ સિવાય બીજું કંઈ નથી. તમારે ઈન્ટરનેટ પરની ચર્ચાઓ પર વિશ્વાસ ન કરવો જોઈએ. ગિલે સોશિયલ મીડિયા પર સ્ટોરી શેર કરીને આ ચર્ચાનો અંત લાવ્યો.
બીજા ટાઈટલથી ચૂકી ગયું ગુજરાત
એલિમિનેટર મેચ પછી, IPL 2025 માંથી ગુજરાતની સફરનો અંત આવ્યો. આ મેચમાં ગુજરાતે સારું પ્રદર્શન કર્યું. આમ છતાં ટીમ નિરાશ થઈ. IPL 2022નો ખિતાબ જીતનાર ગુજરાત ટાઈટન્સ બીજો ખિતાબ જીતવાથી ચૂકી ગયું. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 228 રન બનાવ્યા હતા, જેના જવાબમાં જીટી ફક્ત 208 રન જ બનાવી શકી હતી. IPL 2025ની ક્વોલિફાયર 2 મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. મુંબઈ પંજાબને હરાવીને ફાઈનલમાં પહોંચવા માટે નજર રાખશે, જ્યારે પંજાબ પણ મુંબઈને કોઈપણ ભોગે હરાવીને પોતાનું પહેલું ટાઈટલ જીતવાનો પ્રયાસ કરશે.


