રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ આજની ફાઇનલ મેચમાં પંજાબ સામે શાનદાર જીત હાંસલ કરી છે. આજની રોમાંચક મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના કપ્તાન વિરાટ કોહલી મેચ જીત્યા બાદ ખુબજ ભાવુક જોવા મળ્યા. આટલા વર્ષોની રાહ જોયા પછી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ચાહકોના સપનાંને પૂરું કરીને ટ્રોફી ટીમને નામ કરી લીધી છે. આ ટ્રોફી આવતાની સાથેજ લાઈવ પ્રસારણનો રેકોર્ડ પણ તૂટી ગયો છે.
IPL ફાઇનલમાં તૂટયા રેકોર્ડ
આઇપીએલના ચાહકો માટે આઈપીએલ શું મહત્વ ધરાવે છે, એ દુનિયાને આજની મેચના લાઈવ પ્રસારણ પરથી ખબર પડીજ ગઈ હશે. આજની મેચના લાઈવ પ્રસારણે વ્યુઅરશિપના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. કરોડો લોકો આજે અમદાવાદ ખાતે યોજાયેલ આઇપીએલના લાઈવ પ્રસારણને જૉઇ રહ્યા હતા. વિશ્વ ભરમાં ક્રિકેટના ચાહકોમાં ભારત દેશ સૌથી મોખરે ચાલે છે. ભારતના દર્શકોમાં જોવા મળતો ક્રિકેટ પ્રેમ ક્રિકેટની રમત માટે એક અલગજ સન્માન ધરાવે છે.
અમદાવાદ ખાતે યોજાઇ રોમાંચક મેચ
આજની હાઇ વૉલ્ટેજ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 18 વર્ષનો વનવાસ પૂરો કરીને ભવ્ય સફળતા મેળવી છે. આ મેચનું લાઈવ પ્રસારણ Jio Hotstar પર થયું હતું. આજની મેચના લાઈવ સ્ટ્રીમિંગએ પ્રસારણના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ મેચના લાઈવ પ્રસારણનો આંકડો 50 કરોડને પાર કરી ગયો છે. આ મેચ પહેલા આઇપીએલનાં ઇતિહાસમાં એકપણ મેચમાં આટલી વ્યુઅરશિપ જોવા મળી નોતી. આજની મેચમાં વ્યુઅરશિપે લાઈવ પ્રસારણના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.
IPLનો જોરદાર દબદબો
આજની મેચના લાઈવ પ્રસારણની વાત કરીએ, તો પંજાબ કિંગ્સની ઇનિંગની 15મી ઓવરમાં Jio Hotstar પર વ્યુઅરશિપની આંકડો 56 કરોડને પાર પહોંચી ગયો હતો. આની પહેલા ક્વોલિફાયર 2 મેચમાં 42.9 કરોડ જેટલી વ્યુઅરશિપ નોંધાઈ હતી. આ બંને મેચમાં આઇપીએલના ચાહકોનો જોરદાર પ્રેમ જોવા મળ્યો, અને વ્યુઅરશિપના તમામ રેકોર્ડ તોડી નાખ્યા.