અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ટેસ્લાના માલિક એલન મસ્ક વચ્ચે તકરાર હવે જગજાહેર છે. બંને દિગ્ગજ એક બીજા સામે નમવા તૈયાર નથી. એક સમય એવો હતો કે ટ્રમ્પ મસ્કની પ્રશંસા કરાત થાકતા નહોતા આજે બંને બધાની સામે જીભાજોડી કરી રહ્યા છે. બંને પોત પોતાના પાવર બતાવી રહ્યા છે અને કોણ વધારે શક્તિશાળી તે સાબીત કરવા મથી રહ્યા છે. બંને એકબીજાને બરબાદ કરી દેવાની ધમકી આપી રહ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિએ મસ્કની કપંનીને સબસીડી આપવાની બંધ કરવાની ધમકી આપી છે તો મસ્કે એપસ્ટીન ફાઇલ્સનો ઉલ્લેખ કરીને ટ્ર્મ્પનું નાક દબાવવાનો પ્રયાસ કર્યો છે.
ટ્રમ્પ પર ઉડ્યા હતા છાંટા
હવે સૌ કોઇ અ વાત જાણવા આતુર છે કે જે ફાઇલનો ઉલ્લેખ કરીને મસ્કે રાષ્ટ્રપતિ ટ્રમ્પને ધમકી આપી Epstein Files આખરે છે શું? મસ્કનું કહવુ છે કે આ ફાઇલ્સમાં એવી ગુપ્ત માહિતી છે જેનાથી ટ્રમ્પની ખુરશી જઇ શકે છે. મસ્કએ તો ટ્રમ્પને હટાવવા માટે મહાભિયોગની ધમકી આપી દીધી છે. જો કે મહાભિયોગ લાવીને ટ્રમ્પને ખુરશી પરથી હટાવવા એટલા સહેલા નથી.
અરબપતિ જેફરી એપસ્ટીન પર લાગ્યા હતા જાતીય શતામણીના આરોપ, ટ્રમ્પ પર ઉડ્યા હતા છાંટા
સમગ્ર મામલો અમેરિકાના અરબપતિ જેફરી એપસ્ટીન સાથે જોડાયેલ છે
અમેરિકી મીડિયા રિપોર્ટ્સ અનુસાર સમગ્ર મામલો અમેરિકાના અરબપતિ જેફરી એપસ્ટીન સાથે જોડાયેલ છે. વર્ષ 2019માં એપસ્ટીન પર તેમના પર મોટી સંખ્યામાં કિશોરીઓ પર જાતીય સતામણી કરવાના આરોપ લાગ્યા હતા. એટલું જ નહી આ યૌન તસ્કરી અને દેશના હાઇ પ્રોફાઇલ લોકોને યુવતીઓ સપ્લાઇ કરવાનો ગંભીર આરોપ લાગ્યો હતો. રિપોરટમાં એ સ્પષ્ટ છે કે આ સમગ્ર નેટવર્ક વર્જીનિયા ગ્રિફે નામની મહિલાઓએ આ મામલે ભાંડો ફોડ્યો હતો. ગ્રિફે આ વર્ષની શરૂઆતમાં પોતાના ઘરમા મૃત હાલતમાં પડી હતી. અમેરિકાના પોલીસે દાવો કર્યો હતો કે તેણે આત્મહત્યા કરી લીધી હતી.
Epstein Filesનું ભૂત ફરી ધુણી ઉઠ્યુ
2025ની શરૂઆતમાં Epstein Filesનો ઉલ્લેખ કરીને એક ભાગ જાહેર થયો હતો. આ ફાઇલોમાં સીધી રીતે ટ્રમ્પનું નામ નથી છતા એપસ્ટીન અને ટ્રમ્પ એકબીજાના ખુબજ નજીક
હોવાનું માનવામાં આવે છે. એપસ્ટીન સાથેની દોસ્તીને કારણે ટ્રમ્પ આ મામલે ઘેરાયા છે. ટ્રમ્પ પર આ મુદે તપાસ થઇ હતી. વિપક્ષી દળ અને વિરોધી તેના પર એપસ્ટીન સાથે સાંઠગાંઠ હોવાના આરોપ લાગ્યા છે. જોઇએ હવે ટ્રમ્પને આનાથી કેટલુ નુકસાન થશે?